Rajkot નજીકના ન્યારા ગામ પાસેથી પકડાયેલા ૨૨૫ કરોડના હેરોઈનના કેસમાં ચાર્જશીટ બાદ નાઈઝીરીયાના નાગરિક એકકુફીન એકકુફીન ઉર્ફે ઓકોયોએ કરેલી જામીન અરજી રાજકોટની એનડીપીએસની ખાસ અદાલતે નામંજૂર કરી હતી.

Rajkot: આરોપીને એટીએસે દિલ્હીથી ઝડપી લીધો હતો, ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી

Rajkot: આ કેસની વિગત એવી છે કે ગઈ તા.૯-૫-૨૦૨૩ના રોજ ગુજરાત પોલીસને એવી માહિતી મળી હતી કે પાકિસ્તાનથી મોકલવામાં આવેલ ૨૨૫ કરોડનો હેરોઈનનો જથ્થો ગુજરાતના| કોઈ દરિયા કિનારે ઉતારવામાં આવ્યો છે. જે ચોકકસ નામની વ્યક્તિ સ્વીકારવા આવનાર છે. આ માહિતીના આધારે એટીએસે તપાસ કરી ન્યારા ગામના અવાવરૂ વિસ્તારમાં સંતાડવામાં આવેલ હેરોઈનનો જથ્થો લેવા આવનાર વ્યક્તિને પકડી પાડવા માટે વોચ ગોઠવી હતી. પરંતુ કોઈ વ્યક્તિ હેરોઈનનો જથ્થો લેવા નહીં આવતા એટીએસે હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો.

જેમાંથી નાઈઝીરીયાના નાગરિકનું નામ અને વોટસએપ નંબર મળી આવ્યા હતા. જેના આધારે એટીએસે દિલ્હીમાં રેડ કરી નાઈઝીરીયાના નાગરિક એકકુફીન ઉર્ફે ઓકોયોની ધરપકડ કરી હતી. ત્યાર પછી તેની સામે ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. ચાર્જશીટ બાદ આરોપીએ જામીન અરજી કરી હતી. બંને પક્ષોની દલીલો, રજુઆતો બાદ અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા રોકાયેલા હતા.