Rajkot: તમે ક્યારેય અધધધ….૧૧ હજાર રૂપિયે કિલોના ભાવવાળા મોદક છે? અને, પચાસ કિલો વજનવાળો મોદકનો સિંગલ પીસ દીઠો છે? ન જોયો હોય તો આ વખતે ગણેશોત્સવમાં દર્શનાર્થે જજો, એવો ગંજાવર લાડવો ક્યાંક જોવા મળશે. અને, નસીબમાં લખ્યું હશે તો પ્રસાદીમાં મોંઘોદાટ મોદક ખાવા પણ મળશે કેમ કે ભક્તો દુંદાળા દેવને તેમના પ્રિય મોદકથી લાડ લડાવી શકે એ માટે બજારમાં રૂપથી વધુ પ્રકારના મોદકની સ્વાદસભર વેરાયટી આવી ગઈ છે.
Rajkot: વેપારીઓને રાજી કરી દેશે દુંદાળા: આજથી જ જથ્થાબંધ ઓર્ડર, ગણેશોત્સવમાં મીઠાઈનો ઉપાડ સાતથી દસ ગણો
Rajkot: આમ તો નહીવત ભાવવધારા સાથે વિવિધ પ્રકારના મોદક બજારમાં રૂ.૪૯૦થી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે રૂા.૧૧,૦૦૦ પ્રતિકિલોના ભાવે પણ મેળી રહ્યા છે અને છૂટક સવા- સો ગ્રામનો એક પીસ રૂા.૯૫૦માં, અઢી- સો ગ્રામનો મોદક રૂા. ૧૩૫૦નો એમ મોંથી પ્રસાદી પણ મળી રહેશે. એ ઉપરાંત, શ્રીફળ સંગ મોદકથી માંડીનેદૂધછલકાવતી કનૈયાની કૂલડીનાં શણગાર એવા વિવિધ ડેકોરેટિવ એકસાથે બાવન જાતના ભોગ ધરી દેશકાય એવો મોદક સાથેનો રૂા. ૨ હજારનો થાળ પણ બજારમાં ઉપલબ્ધ છે.
Rajkotમાં વધી રહેલા ગણેશ મહોત્સવનાં મહાત્મ્ય વચ્ચે શહેર ગણેશમય બની જશે ત્યારે ગણપતિજીના પ્રિય એવા મોદક પણ બજારમાં વૈવિધ્ય સાથે ઉપલબ્ધ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, ગણેશ મહોત્સવના દિવસોમાં વિશેષ ખપત મોદકની રહેતી હોય છે. ત્યાર બાદ ચૂરમાના લાડુ, બૂંદીના લાડુ, કાજુ કતરી અને પેંડાનોઉપાડ રહેતો હોય છે. ગણેશજીને પ્રસાદી | જ અર્પણ કરવા માટે ખાસ ઓર્ડર બુકિંગ થતા હોય છે, જેમાં ગ્રાહકોની રુચિ અને બજારના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને વેપારીઓ એક વેરાયટી કે ફ્લેવરનો એક નંગ મોદક પણ તૈયાર કરી આપે છે.
આશ્ચર્યની વાત લાગે, પરંતુ તે એક નંગ મોદક ૨૫૦ ગ્રામ અને ૫૦૦ ગ્રામ ઉપરાંત ૧ કિલો, પકિલો, ૧૦ કિલો, ૨૦ કિલો અને ૫૦ કિલો સુધીનાંવજનમાં પણ ભકતો મળી આ રહે પ્રકારના છે. મોટે વિશિષ્ટ ભાગે મોદક અર્પણ કરાવતા હોય છે. મીઠાઈ બજારમાં મોદકની ખરીદીમાં આ | દિવસોમાં કસ્ટમાઈઝેશનનું ચલણ પણ એટલું જ જોવા મળે છે.
એક અંદાજ મુજબ, આ ઉત્સવ દરમિયાન Rajkotમાં આશરે ૨૦થી ૨૫ હજાર કિલો કરતા પણ વધુ મોદકનો ઉપાડ રહેતો હોય છે. મીઠાઈના વેપારી કૈલાશભાઈ સાકરીયા જણાવે છે કે, દોઢ દિવસ, ત્રણ દિવસ અને પાંચદિવસનાં વિસર્જન બાદ મોટે ભાગે સાર્વજનિક પંડાલોનાઓર્ડર રહેતા હોવાથી છઠ્ઠા દિવસથી ઘરાકી થોડી હળવી થતી હોય છે. વેપારી મિલનભાઈ ઉનડકટ જણાવે છે કે, મોદક એ મૂળ તો મહારાષ્ટ્રની મીઠાઈ છે. આપણે ત્યાં દૂધ, ચણાનો લોટ કે ઘઉંના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. આ વખતે સાતમ આઠમમાં ઠંડો માહોલ રહ્યા બાદ સારી ઘરાકી રહેવાની આશા છે.