AAP Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ખેડૂતો ઉપર વારંવાર ધરતી પરથી આકાશમાંથી આફત આવ્યા કરે છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં માવઠાની અસર છે. માવઠાના કારણે ખેતરોમાં મગફળીઓ પલળી ગઈ છે. આખે આખી મગફળી ની ફસલ બરબાદ થઈ ગઈ છે. અત્યારે ખેડૂતને પોતાનું ઘર ચલાવવાનું છે, બાળકોની ફી ભરવાની છે ત્યારે તેમની ઉપર આસમાની આફત આવી પડી છે. ભાજપના લાભાર્થીઓ એપીએમસીમાં કડદા કરે છે. વર્ષ 2018થી ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ છે. વર્ષ 2018-19 ના આપણા છ થી સાત કરોડ રૂપિયા હજુ લેવાના બાકી છે. ભાજપવાળા ફસલ બીમા યોજનાના રૂપિયા ખાઈ ગયા છે. કોઈપણ પ્રકારની સહાય ખેડૂતોને આપવામાં આવતી નથી તો પણ ભોળા ખેડૂતો ભાજપને મત આપીને આવશે. જ્યારે આ ખેડૂતોની હાઈ ભાજપને લાગશે ત્યારે તેમની લંકા સળગી જશે. હું સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને જે પણ ખેડૂતોને નુકસાન થયું છે એમને સહાય ચૂકવવામાં આવે. હું તમામ લોકોને પણ વિનંતી કરું છું કે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો આ ગુજરાતના લાખો ખેડૂતોનો સવાલ છે.

આજે ખેડૂતો માટે લડતા અમારા ઘણા ખેડૂત આગેવાનો જેલમાં છે તેમને દિવાળી જેલમાં કરી છે. મને વિશ્વાસ છે કે હવે ખેડૂત જાગૃત થશે અને તેમનો આત્મા જાગશે. આજથી અમારી આમ આદમી પાર્ટીની ટીમ દરેક એપીએમસીમાં જવાની છે. જે પણ એપીએમસીમાં ગરબડ થઈ રહી છે ત્યાં હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. રોજના અમને 400થી 500 ફરિયાદ માટે ફોન આવે છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું છે. આમ આદમી પાર્ટી(AAP)ના પાંચ થી સાત યુવાનો આખી સરકારને ધ્રુજાવી રહ્યા છે. અમે એટલા માટે ધ્રુજાવીએ છીએ કારણકે અમે સત્યની સાથે છીએ અને અમારી સાથે ઈશ્વર પણ છે. અમે અંદર અને બહારથી મજબૂત છીએ અમે લડવાની તાકાત ધરાવીએ છીએ અમે કોઈનાથી ડરતા નથી એટલા માટે જ આજે સરકારે મંત્રીમંડળ બદલવું પડ્યું છે.

તમારા ગામમાં રસ્તા નથી બની રહ્યા, તમને હેલ્મેટ ના નામે લૂંટવામાં આવે છે, તમને પાક વીમો નથી મળી રહ્યો, તમને પાકના ભાવ નથી મળી રહ્યા, તમારા બાળકોને સારા શિક્ષકો નથી મળી રહ્યા, તમને સારી આરોગ્ય સુવિધાઓ નથી મળી રહી તો તમારે વિસાવદરવાળી કરવાની જરૂર છે. હવે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ભાજપને લાત મારવાની છે અને આમ આદમી પાર્ટીને લાવવાની છે. 30 વર્ષ પહેલા ભાજપ સરકારમાં આવેલી ત્યારે સારી હતી. કોંગ્રેસના 30 વર્ષ પૂર્ણ થયા પછી ભાજપ સત્તામાં આવી હવે પરિવર્તન લાવવાની જરૂર છે. આજે ભાજપ પાસે શનિષ્ઠ કાર્યકર્તાઓ નથી હવે ભાજપ લાભાર્થીઓની ગેંગ બની ગઈ છે. ભાજપ પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપીને લાભ મેળવે છે. આજે ભાજપ લોકોને ડરાવી રહી છે. લોકો આમ આદમી પાર્ટીની સભામાં જાય છે તો તેમને ડરાવવામાં આવે છે હું તમને બધાને કહેવા માગું છું કે તમારા અંદરથી ડરને કાઢી નાખો. ભાજપના જૂના કાર્યકર્તાઓ આજે રોષ ઠાલવી રહ્યા છે. આજે અમે સારા છીએ 30 વર્ષ પછી અમારી પણ સરકાર તમે બદલી નાખજો. ચૂંટણીના દિવસે તમે જાઓ ત્યારે મોદીના નામના બે નારા બોલી નાખજો પરંતુ બટન દબાવતી વખતે ઝાડુનું બટન દબાવી દેજો બધી જ ગંદકી સાફ થઈ જશે.