છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કાળઝાળ ગમરીથી લોકો હેરાન-પરેશાન છે ત્યારે હવે રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલથી સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તો 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે.
વરસાદ છતાં બુધવારે રાજ્યના 9 શહેરોમા તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું હતું. તો ગઈકાલે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરના 43.7 ડિગ્રી નોંધાયું હતું. આજે અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમા વરસાદની આગાહી છે. તો સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે.