24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું બેસી જવાનું છે. ત્યારે આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ઠન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાહી છે.
જ્યારે હવામાન વિભાગની નવી આગાહી આવી છે. આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાં દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે.
11 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
12 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
13 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
14 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી
15 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી
16 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી