Jamnagarમાં બચું નગર વિસ્તારમાં રહેણાંક મકાનના વાડામાં સંતાડવામાં આવેલો રૂપિયા ૩.૩૬ લાખની કિંમતના ૭૦ પેટી ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીની ટુકડીએ પકડી પાડયો છે. જે દરોડા સમયે આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે. મોરબી તથા વિક્ટર ગામે પણ દારૂના દરોડા પાડવામાં આવ્યાં છે.
Jamnagar: દારૂની ૮૪૦ બોટલો કબજે, પણ આરોપી ફરારઃ મોરબી તથા વિક્ટર ગામે પણ દારૂના દરોડા જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના બચુનગર વિસ્તારમાં રહેતા મોસીન મોહમ્મદભાઈ ભાયા નામના શખ્સના રહેણાંક મકાનના વાડામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો। છે, જે બાતમી ના આધારે ગઈકાલે રાતે | એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન વાડામાંથી ઇંગ્લિશ | દારૂની ૮૪૦ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ૩.૩૬.૦૦૦ની કિંમતનો દારૂ કબજે કરી લીધો છે, અને આરોપી મોસીન ભાયા દરોડા સમયે ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધ ખોળ હાથ ધરી છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે શ્રદ્ધા સોસાયટી પાછળ આવેલ ઝાડી ઝાંખરામાં રેડ કરી હતી. જ્યાં સ્થળ પરથી દારૂની ૨૪ બોટલ આરોપી વીરપાલસિંહ પ્રવીણસિંહ જાડેજા (ઉ.વ.૨૧)ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વિક્ટર ગામે કારમાંથી દારૂની ૧૪ બોટલ સાથે સુનિલભાઈ આણંદભાઈ ભાલીયા (ઉ.વ. ૩૨, રહે. મહુવા)ને પીપાવાવ મરીન પોલીસે ઝડપી લીધો હતો.