ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ ઇન્ટર્ન વિદ્યાર્થીઓનું રેગિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં આઠ સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ભાવનગરની મેડિકલ કોલેજના ત્રણ ઇન્ટર્ન ડોક્ટર્સને સાથે અભ્યાસ કરતા ઇન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત 8 લોકોએ જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવ્યા હતા. જો વિદ્યાર્થીઓ શબ્દો ના બોલે તો બેભાન થાય ત્યાં સુધી માર મારવામાં આવ્યો હતો.

આ સિવાય પીડિત વિદ્યાર્થીઓને સિનિયરો દ્વારા સવાલો પુછવામાં આવતા હતા. અને જો તે ખોટા જવાબ આપે તો પણ માર મારતા હતા. તો કેફી દ્રવ્યો બનાવી અને તેનુ બળજબરી પૂર્વક સેવન કરાવ્યુ હતુ અને દરમિયાન માર માર્યો હતો.રાત્રિના 3 કલાકે હોસ્ટેલ પર બોલાવી આ પીડિતોના અન્ય એક ઈન્ટર્ન ડોક્ટરને પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
આ ચકચારી ઘટના બાદ પીડિત વિદ્યાર્થીઓએ કોલેજના તંત્રને જાણ કરી અને મેડીકલ કોલેજનું તંત્ર સક્રિય થઈ ગયુ હતુ. તેમજ અને ત્રણેય ઇન્ટર્ન ડોક્ટરે ફરીયાદ નોંધાી છે. જે ફરિયાદ લઈને તેમને સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે 8 સિનિયર વિદ્યાર્થીઓ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે.
હવે મેડીકલ કોલેજમાં રેગિંગ કમિટિની બેઠક મળશે અને તેમાં ચર્ચા કર્યા બાદ સિનિયર વિદ્યાર્થીઓ સામે કેવા પગલાં લેવા તેનો નિર્ણય કરાશે. આ ઘટનાથી હાલ તો કોલેજના જુનિયર વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને વાલીઓમાં પણ ચિંતિત છે.
આ પણ વાંચો..
- China: ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પીએમ મોદીને મળ્યા, તેમને SCO સમિટમાં આમંત્રણ આપ્યું
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં AAP વિપક્ષી ઉમેદવારને ટેકો આપશે
- Mumbai: વીજળી વગર રસ્તાની વચ્ચે જ મોનોરેલ બંધ થઈ; ક્રેન દ્વારા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
- Donald trump: ડોનાલ્ડ ટ્રમ્પના ગુરુ કોણ છે? કોની સલાહ પર ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો હતો
- NCERT ઓપરેશન સિંદૂર પર ખાસ મોડ્યુલ રજૂ કરે છે; ધોરણ 3 થી 12 સુધીના પુસ્તકોમાં શામેલ છે