Dhoraji નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ૧૧૦૦ ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરીને, આશરે રૂ. ૨૨ લાખની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.

Dhoraji: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખુલ્લી કરાવાયેલી જમીન ઉપર આગામી સમયમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે

ધોરાજી નગરપાલિકા હદ | વિસ્તારમાં આવતા ત્રણ દરવાજા તરફ જતા રસ્તા ઉપર આશરે કુલ ૪૦ આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદે રેકડીઓ રાખી દબાણ કરાયું હતું. છેલ્લા ૧૦ વર્ષથી તેઓને નિયત અન્ય જગ્યાએ જમીન ફળવાયેલી હતી. આમ છતાં પણ તેઓ તે જગ્યાનો ઉપયોગ નહોતા કરતા અને અંદાજીત ૧,૦૦૦ ચોરસ વાર જેટલી, | અંદાજે કિંમત રૂ. ૨૦ લાખની કિંમતની જમીન પર દબાણ કરતા હતા.આ ઉપરાંત સુધરાઈ કોલોની તરફ જતા રોડની ફુટપાથ પર કુલ ૨ આસામીઓ | દ્વારા શાકભાજીનો થડો તથા કેટલ શેડ રાખીને, અંદાજીત ૧૦૦ ચોરસવાર અને અંદાજે રૂ. બે લાખની કિંમતની જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું.

આ દબાણકારોને દબાણો દૂર કરવા માટે સૂચના તથા નોટિસ આપવા છતાં દબાણો દૂર કરતા નહોતા. આથી ધોરાજીના પ્રાંત અધિકારી નાગાજણ એમ.તરખાલા તથા ધોરાજી ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા અને મામલતદાર દ્વારા આજે કુલ મળીને ૧૧૦૦ ચોરસ વાર જગ્યા અને રૂ.૨૨ લાખની કિંમતની જમીન પરથી દબાણો દૂર કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ખુલ્લી થયેલી જગ્યા ઉપર આગામી સમયમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.