સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામે રહેતા પ્રૌઢ મજુરી કામે રાયડી તરફ જતા હતા ત્યારે ટીંબડી ગામ પાસે પૂરઝડપે આવતી ST બસ હડફટે લેતા ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મૃત્યુ થયેલ હતું.

અકસ્માત સર્જી ST બસ પાસે આવેલા પેટ્રોલ પંપની દીવાલ તોડી વીજ સબ સ્ટેશનના થાંભલા સાથે અથડાઈ

સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામે, રહેતા ભીમસીભાઈ પાંચાભાઈ વાજા તેમજ રમેશભાઈ ધીરૂભાઈ ચૌહાણ મજુરી કામે ટીબડી થી પીખોર જતા હતા. ત્યારે ટીંબડી પાસે પાણી કોઠા રોડ ઉપર વેરાવળ વાડલા રૂટની ST બસ પુરપાટ ઝડપે પાછળ આવતી હતી. અને ટીબડી પાસે મોટા ૬૬ કેવી પાસે બસે બાઈકને હડફેટે

લેતા ભીમસભાઈ પાંચાભાઈ વાજાને ગંભીર ઈજાઓ થયેલ હતી જેમનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ હતું. એસ.ટી બસ એટલી પુરપાટ ઝડપે જતી હતી કે અકસ્માત બાદ પાસે આવેલ પેટ્રોલ પંપ ની દીવાલ તોડી સબ સ્ટેશન ના થાંભલા સાથે અથડાઈ હતી. આ બનાવ બનતા | પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.