Dwarka: આજકાલ રાજ્યમાં હાર્ટએટેકથી ઘણા લોકોના મોત નીપજવાની ઘટના સામે આવે છે. સતત હાર્ટએટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દ્વારકા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મૂળ સુરેન્દ્રનગરના વતની PSI નારણભાઈ દેવજીભાઈ કલોત્રાનું ગત રાત્રે હાર્ટ એટેકથી નિધન થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
દ્વારકા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મૂળ સુરેન્દ્રનગરના વતની PSI નારણભાઈ દેવજીભાઈ કલોત્રાનું ગત રાત્રે હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું. તેઓ ડ્યુટી પૂરી કર્યા બાદ સુતા હતા. તે દરમિયાન હાર્ટ એટેક આવતા નિધન થયું.જનતા માં આગવી ઓળખ ધરાવતા PSI નારણભાઈ દેવજીભાઈ કલોત્રાનું નિધન થતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પીએસઆઈ કલોત્રા મૂળ સુરેન્દ્રનગરના વતની હતા.