Jetpurના નવાગઢ વિસ્તારમાં સરધારપુર રોડ પર આવેલ સ્લમ વિસ્તાર | ધાર પાસે R આવેલ ખાડામાં તળાવ બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ તળાવની બાજુમાં રહેતા ૩૫ જેટલા મકાનોના ડિમોલેશન માટેની ચાર મહિના પહેલા નોટિસો પાઠવવામાં આવી હતી. હાલ કામગીરી કરવામાં આવનાર હોવાથી સ્થાનિકો અનેક આક્ષેપો સાથે રેલી | અને કઢીને મામલતદાર કચેરી અને નગરપાલિકા | કચેરી ખાતે દસ આવ્યા હતાં અને ભાજપ સરકાર હાય હાયના નારા પણ લગાવી ડીમોલેશન રોકવાની માંગ કરી હતી.
Jetpur શહેરના નવાગઢ વિસ્તારમાં સરધારપૂર રોડ પર આવેલ સ્લમ પર વિસ્તારમાં રહેતા રહેવાસીઓ આજે ઉગ્ર રોષસાથે મામલતદાર કચેરી ને |નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતાં. ચાર મહિના પહેલા ડિમોલેશનની નોટિસો આપવામાં આવી હતી. હાલ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોય, જેથી આવેદનપત્ર અને વાંધા અરજી આપી એમાં જણવ્યું હતું કે, જેતપુર નવાગઢ નગરપાલિકાની હદમાં આવેલા વિસ્તાર તરીકે ઓળખાતા એરિયામાં છેલ્લા ઘણા વર્ષોથી રહીએ છીએ અને નગરપાલિકાના તમામ વેરાઓ ભરીએ છીએ. શહેરના અનેક વિસતારો છે કે જયાં તળાવ બનાવી શકાય છે અને બાળકો મનોરંજન પણમાણી શકે, પરંતુ આ ખાડા ઉપર સ્લમ વિસ્તારની નજીક રાજકીય કિન્નાખોરીર ાખી તળાવ બનાવવામાં આવી રહ્યું છે.
જયાં શહેરનો એક પણ નાગરિક આવે તેમ નથી. જેતપુર શહેરમાં અનેક રાજકીય અગ્રણીઓ તેમજ શ્રીમંતોએ દબાણ કર્યું છે. તેના કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ગરીબ માણસોને રહેવા માટે એકમાત્ર આશરો પાલિકા દ્વારા છીનવવામાં આવી રહ્યો છે. તાત્કાલિક અસરથી મકાન ખાલી કરવા માટેની પેરવી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય તો ગરીબોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા અથવા તો આ ડીમોલેશન રોકવામાં આવે, તેવી માંગણી કરાઈ છે.
મામલતદાર કચેરી અને નગરપાલિકાએ ધસી જઈને ડિમોલિશન રોકવા અથવા રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત