PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી પહોંચશે. રાજ્યના ત્રણેક જિલ્લાઓની મુલાકાત લઈ મહત્વના કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતાઓ છે. આ સાથે જ મહત્વની બેઠકોની અધ્યક્ષતા પણ કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 માર્ચે સાંજે 7:30 કલાકે જામનગર એરપોર્ટ પર પહોંચશે. જામનગરની મુલાકાત દરમિયાન તેઓ પાયલોટ બંગલા ખાતે જામનગરના રાજવી શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરે તેવી પ્રબળ સંભાવનાઓ છે. આજે જામસાહેબનો જન્મદિવસ હોવાથી વડાપ્રધાન મોદી તેમની શુભેચ્છા મુલાકાત લે તેવી શક્યતાઓ છે. વડાપ્રધાનની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરાઈ છે. પાયલોટ બંગલા સુધીનો માર્ગ કોર્ડન કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે. આ સંભવિત કાર્યક્રમ બાદ તેઓ અને ત્યાંથી સીધા સર્કિટ હાઉસ જઇ રાત્રિ રોકાણ કરશે. PM મોદીની આ મુલાકાત રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.  (PM Modi Gujarat Visit)

આવતીકાલે વડાપ્રધાન રિલાયન્સ ગ્રુપના પ્રોજેક્ટ ‘વનતારા’ની મુલાકાત લેશે, ત્યારબાદ બપોરે 2 વાગ્યે જૂનાગઢ એરપોર્ટ પર પહોંચશે. તેઓ ગીરના સિંહ સદન ખાતે રાત્રિ રોકાણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 3 માર્ચે ગીરમાં નેશનલ વાઈલ્ડલાઈફ બેઠક યોજાશે. જેમાં પ્રકૃતિ અને વનજીવન સંરક્ષણ પણ વિસ્તૃત વિચાર-વિમર્શ થશે. આ બાદ તેઓ સોમનાથ જશે, જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ દિલ્હી પરત ફરશે. વડાપ્રધાનના આ ત્રિદિવસય ગુજરાત પ્રવાસ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે તંત્ર તૈયારીઓમાં લાગી ગયુ છે.