Porbandar જિલ્લામાં ૨૬ વર્ષ પહેલા બનેલ પોલીસ કસ્ટડીમાં માર મારવાના બનાવમાં પોરબંદર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં તત્કાલીન એસપી અને કોન્સ્ટેબલનો નિદીષ છુટકારો થયો છે.

Porbandar: માર મારી આરોપીને ઈલેક્ટ્રીક શોક આપ્યાની વર્ષ-૧૯૯૭માં નોંધાવાઈ હતી ફરિયાદ

કસ્ટડીમાં ટોર્ચર કયી હોવાનો આરોપ લગાવ્યો હતો. કેસની વિગત એવી હતી કે ૫| જુલાઈ ૧૯૯૭માં પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નારણ જાદવ પોસ્તરીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, ટ્રાન્સફર વોરંટ દ્વારા સાબરમતી જેલમાંથી લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી ફરિયાદીને સીધો જિલ્લા પોલીસ વડાના બંગલે | લાવવામાં આવ્યો હતો. જ્યાંથી તેને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ પર લાવીને તેને ખૂબ જ માર મારવામાં | આવ્યો હતો. ત્યારબાદ તેને ઇલેક્ટ્રીક| શોક આપવામાં આવ્યો હતો.

ભૂતપૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ વજુભાઈ ચાઉએ ફરિયાદીને ફરિયાદીના પુત્રને પણ ઉપાડી લાવીને તેને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ પોલીસમાં આ અંગે ફરિયાદ દાખલ કરી હતી જેનો કેસ નવેમ્બર ૨૦૨૩માં ચલાવવામાં આવ્યો હતો. આ કેસ પર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હતો ત્યારબાદ આ કેસ વર્ષ ૨૦૨૪માં ફરીથી ચલાવવામાં આવ્યો હતો. એ કેસમાં પૂર્વ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ વજુ ચાઉને જજ પંડયાએ નિદોષ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે કોન્સ્ટેબલ વજુ ચાઉં કેટલાક વર્ષી પહેલા મૃત્યુ પામ્યા છે.