Porbandarના સમુદ્રમાં ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા માટે ગયેલ કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર દરિયામાં સવા મહિના પહેલા ક્રેસ થયું હતું. જેમાં એક પાઈલોટ અફાટ સમુદ્રમાં ગુમ થઈ ગયા હતાં. જેનો મૃતદેહ હવે મળી આવતા પોરબંદર કોસ્ટગાર્ડના એર એન્કલેવ ખાતેથી તેમની સ્મશાનયાત્રા નીકળી હતી અને હિન્દુ સ્મશાનમાં તેમની માસુમ દીકરીના હસ્તે અગ્નિસંસ્કાર કરાયા હતાં.
Porbandar: માસૂમ બાળકીના હસ્તે દિવંગત પિતાના અગ્નિસંસ્કાર
બીજી સપ્ટેમ્બરે રાત્રે Porbandar નજીકના સમુદ્રમાં ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા ગયે કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટરક્રેસ થતા કોસ્ટગાર્ડના ચારેય જવાનો દરિયામાં પડીગયા હતાં. જે પૈકી એકનો બચાવ થયો હતો. જયારે કમાન્ડન્ટ વિપીન બાબુ અને પ્રધાન નાવનિક કરણસિંહના મૃતદેહ સહિત હેલીકોપ્ટરનો કાટમાળ બીજે દિવસે મળ્યો હતો. પરંતુ ત્યારબાદ પાયલોટ ક્રમ કમન્ડન્ટ રાકેશકુમાર રાણા સમુદ્રમાં ગુમ થઈ ગયા હતાં. અંતે પાર્થિવ દેહ મળી આવતા પોરબંદરના એરપોર્ટ નજીક | કોસ્ટગાર્ડના એર એન્કલેવ ખાતે તેમના | પાર્થિવ દેહને લાવવામાં વ્યો હતો. અને ત્યારબાદ પૂરા માન સન્માન સાથે તેમની સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં કોસ્ટગાર્ડ અધિકારીઓ અને કર્મચારીઓથી માંડીને આમ
પોરબંદરવાસીઓ પણ જોડાયા હતાં. મૃતક રાકેશકુમાર રાણાની માસુમ દીકરીના હસ્તે હિન્દુ સ્મશાનભૂમિ ખાતે લાકડામાં અંતિમ સસ્કાર કરવામાં આવ્યા તે પૂર્વે માસુમ દીકરીએ પિતાને સલામી આપી હતી. ત્યારે તેના પરિવારજનોની આંખોમાંથી પણ અશ્રુઓનો દરિયો છલકાયો હતો.