Gujarat: શિયાળાની સાથે જ દિલ્હીની હવા ઝેરી બનવા લાગી છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ સતત ૪૦૦ને પાર થઈ ગયો છે. ગુજરાતમં પણ ધીરે-ધીરે પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગ્યું છે. ૧૯ નવેમ્બરના સુરતમાં સૌથી વધુ ૨૬૩નો એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. ગુજરાતીઓ હાલ દિવસમાં બે સિગારેટ પીવે તેટલું પ્રદૂષણનું પ્રમાણ છે.

Gujaratમાંથી ૨૬૩ના એર ક્વોલિટી ઈન્ડેક્સ સાથે સુરતની હવા સૌથી પ્રદૂષિત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના માપદંડ | કરતાં પણ દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ ૬૦ | ગણું વધારે છે. દિલ્હીમાં હાલ પ્રદૂષણનું પ્રમાણ દિવસમાં ૪૯ સિગારેટ પીવા સમાન છે. જેના ઉપરથી જ દિલ્હીમાં પ્રદૂષણની ચિંતાજનક| સ્થિતિનો તાગ મેળવી શકાય છે. અન્ય રાજ્યોમાંથી હરિયાણામાં ૨૯, બિહારમાં ૧૦,| ઉત્તર પ્રદેશમાં ૯.૫૦, ઓડિશા-બંગાળ- રાજસ્થાનમાં ૭.૫, સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ છે.

Gujaratમાંથી મંગળવારની સ્થિતિએ સુરતમાં ૨૬૩ના એર ક્વોલિટી ઈન્ડેક્સ સાથે સૌથી વધુ પ્રદૂષિત હવા હતી. તજજ્ઞોના મતે ર૦૧-૩૦૦ વચ્ચે એર ક્વોલિટી ઈન્ડેક્સહોયતે તેને ખરાબની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જેમાં લાંબો સમય રહેવાથી શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઈ શકે છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ ૪૦૦ને પાર જાય તો તંદુરસ્ત વ્યક્તિને પણ અસર કરે છે. તબીબોના મતે શ્વાસની સમસ્યા હોય તેમના માટે હાલ માસ્ક પહેરીની બહાર નીકળવું હિતાવહ છે.