વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસિય ગુજરાત પ્રવાસે છે. ગતરોજ જામનગર પહોંચ્યા બાદ ત્યાં કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. ત્યારે આજે બપોર બાદ થોડા સમય પહેલા જ PM મોદી સોમનાથ મંદિર પહોંચ્યા છે. તેમની એક ઝલક માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોના ટોળેટોળા વળી ગયા છે.

વડાપ્રધાન મોદી ગતરોજ જામનગર પહોંચ્યા હતા અને ત્યાં કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ સર્કિટ હાઉસમાં જ રોકાયા હતા. આજે વનતારાની મુલાકાત લીધા બાદ હવે PM મોદી આજે બપોર બાદ સોમનાથ મહાદેવના દ્વારે પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાન શીશ નમાવશે. તે બાદ તેઓ 27 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા હાટ બજારને ખુલ્લુ મુકવાના છે. વડાપ્રધાન બન્યા બાદ તેઓ સોમનાથ દાદાના દ્વારે બીજી વખત પહોંચ્યા છે. તેમણે મહાકુંભમાં સ્નાન કર્યા બાદ મહાદેવજીના દર્શનનો સંકલ્પ કર્યો હતો, તે પૂર્ણ કરવા સોમનાથ મહાદેવના દ્વારે પહોંચ્યા હતા.તેમના આગમનના પગલે સોમનાથમાં લોકોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. લોકો વડાપ્રધાનની એક ઝલક માટે ટોળેટોળા વળ્યા છે.
સોમનાથ પહોંચતા પહેલા તેમણે 1 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો અને લોકોનું અભિવાદન કર્યુ હતુ. હવે મોડી સાંજે તેઓ સાસણ જવા રવાના થશે.આવતીકાલે રાજકોટ જશે અને તે બાદ દિલ્હી પરત ફરવાના છે.