PM Modi in Bhavnagar: ભાવનગર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. સવારે તેઓ ભાવનગરમાં રોડ શો કરશે અને જવાહર મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે. આ ઉપરાંત, તેઓ ભાવનગર, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
શુક્રવારે ભાવનગરમાં વડાપ્રધાન મોદીના રોડ શોના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. તેમના કાર્યક્રમ માટે ભાવનગરમાં કડક પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી ભાવનગરમાં આયોજિત ‘સમુદ્રથી સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા પણ કરશે. દેશની વિકાસ યાત્રાને સમુદ્રથી સમૃદ્ધિ તરફ લઈ જવા માટે આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન રિમોટ બટન દબાવીને ભારત સરકારના બંદર, પોત પરિવહન અને જળમાર્ગ મંત્રાલય હેઠળ 66,025 કરોડ રૂપિયાના સમજૂતી પત્રોનો શુભારંભ કરશે. આમાં બંદરો અને પોત પરિવહન સાથે સંબંધિત 21 સમજૂતી પત્રોનો સમાવેશ થાય છે. (PM Modi in Bhavnagar)
વડાપ્રધાન લોથલ ખાતે સમુદ્રી વારસાની સમીક્ષા પણ કરશે, જે દેશના સમુદ્રી ઈતિહાસ અને વિકાસના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. આ પ્રવાસ ગુજરાતના વિકાસ અને આર્થિક સમૃદ્ધિ માટે મહત્વનો સાબિત થશે.