Gujarat સહિત દેશના ચાર રાજ્યોની કુલ ૬૦ રેશનિંગની દુકાનોમાં પોષણયુક્ત ચીજવસ્તુઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે આ દુકાનોને જન પોષણ કેન્દ્રોમાં પરિવર્તિત કરી છે. Gujarat રાજ્યમાં અમદાવાદની ૧૫ દુકાનોનો તેમાં પ્રથમ તબક્કે સમાવેશ કરવામાં આવ્યો છે.

Gujarat ઘઉં અને ચોખા ઉપરાંત અન્ય પૌષ્ટિક ચીજવસ્તુઓ જેમ કે વિવિધ કઠોળ, દૂધ, મસાલા, ખાદ્યતેલ વગેરેનું પણ વિતરણ કરાશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વર્ચુઅલ માધ્યમથી આ પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આ દુકાનોને જન પોષ કેન્દ્રમાં બદલવામાં આવતા હવેથી ૫૦ ટકા કરતાં વધારે ચીજવસ્તુઓ પોષણયુક્ત મળી રહેશે. સમગ્ર દેશમાં ૩.૫૦ લાખ જેટલી રેનિંગની દુકાનો આવેલી છે, જેમાં કેન્દ્ર સરકાર ફ્રી રાશન માટે બે લાખ કરોડ રૂપિયાથી વધુ ફાળવી રહી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે વન નેશન, વન રાશનકાર્ડ યોજના હેઠળ ૧૪૪ કરોડ પોર્ટેબિલિટી ટ્રાન્ઝેશન થાય આ યોજનાથી કોઈપણ રાજ્યની માઈગ્રેટ થયેલી વ્યક્તિ કોઈપણ જગ્યાએથી રાશન મેળવી શકે છે. અત્યારે દેશના ચાર રાજ્યો પૈકી અમદાવાદની ૧૫રેશનિંગની દુકાનોનો પોષણ કેન્દ્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ ધીમે ધીમે રાજ્યના વિવિધ શહેર અને જિલ્લાઓમાં તબક્કાવાર કેન્દ્રો શરૂ કરવામાં આવશે.

ભારત સરકારના ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન વિભાગ દ્વારા ફેર પ્રાઈઝ શોપ્સ (એફપીએસ)ને ‘જન પોષણ કેન્દ્ર (વૈણ)’ માં પરિવર્તિત કરવા માટે પહેલ શરૂ કરી છે, જેમાં વાજબી ભાવની દુકાનેથી ઘઉં અને ચોખા ઉપરાંત અન્ય પૌષ્ટિક ચીજવસ્તુઓ જેમ કે વિવિધ કઠોળ, દૂધ, મસાલા, ખાદ્યતેલ વગેરેનું પણ વિતરણ થઈ શકે, એ આ પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ છે.

ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને તેલંગણા રાજ્યોને પાયલટ લેવામાં અમદાવાદમાં પરિવર્તિત થયેલી દુકાનીને અમૂલ તરફથી ડીપફ્રીજ, ફ્રીજ, સાઈન બોર્ડ તથા માલસામાન પુરા પાડવામાં આવ્યો છે. સ્મોલ ઇન્ડટ્રી ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (જીંઘ*) ના માધ્યમથી આ દુકાનોના અપગ્રેડેશન માટે ૫૦ હજારની ગ્રાન્ટ આપવામાં આવે છે, જ્યારે રાજ્યના પુરવઠા નિગમ દ્વારા રેશનિંગના સંચાલકને એક લાખની સહાય કરવામાં આવશે.

સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ આગામી તા. ૧ ડિસેમ્બરેઃ આજથી ફોર્મ ફોર્મ ભરાશે

કોલેજોમાં અધ્યાપક બનવા માટેની સ્ટેટ લેવલની ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ(જીસેટ) માટે જાહેરાત કરી દેવામા આવી છે.જે મુજબ આગામી જીસેટ ૧લી ડિસેમ્બરે લેવાશે. આ પરીક્ષા માટે ઓનલાઈન એપ્લિકેશન આવતીકાલે ૨૧મીથી શરૂ થશે અને ૧૬મી સપ્ટેમ્બર સુધી ફોર્મભરી શકાશે. ઓપન કેટેગરી માટે ૯૦૦ રૂપિયા અને અનામત કેટેગરી માટે ૭૦૦ રૂપિયા ફી છે.કુલ ૩૩ વિષયો માટે રાજ્યના વિવિધ શહેરોના સેન્ટરોમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત એમ. એસ.યુનિ.ના સેન્ટર દ્વારા પરીક્ષા લેવામા આવશે.