રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાનું બજેટ સત્ર ગઈકાલથી શરૂ થયુ છે અને આજે નાણામંત્રી કનુ દેસાઇ ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરશે. એકંદરે ચાલું નાણાંકીય વર્ષ 2024-25ના કુલ રૂ.3.20 લાખ કરોડના બજેટમાં લગભગ 11.65 ટકા જેટલો વધારો કરીને વર્ષ 2025-26 માટે રૂ.3.72 લાખ કરોડની આસપાસની રકમનું બજેટ રજૂ થાય તેવી સંભાવના છે.ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર 31 માર્ચ સુધી યોજાશે. રાજ્યના વિકાસલક્ષી મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે,ગુજરાતમાં બજેટને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્ય સરકાર બજેટમાં કરશે મહત્વની જાહેરાત જેમાં ઈકોનોમિક ઝોન બનાવવા પર સરકારનું ફોક્સ રહ્યું છે, અને રાજ્યમાં અન્ય ચાર ઈકોનોમિક ઝોન બનશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.