સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી અંતર્ગત મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલ મેચમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક યુવકને પકડી લીધો છે.

માહિતીના આધારે Bhujના ટ્રોલી મોલ સામે કારમાં દરોડો પાડીને આરોપી ઝડપયો હતો. આરોપીનું નામ મીત ઉર્ફે બાબુ કોટક છે. તે ભુજના પ્રમુખ સ્વામીનગરનો રહેવાસી છે. આ કેસમાં 16 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

દરોડા દરમિયાન પકડાયેલા આરોપી મીત પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. જેમાં તે ત્રણ અલગ-અલગ આઈડી પર સટ્ટો રમાડતો હતો. જેમાં ત્રણેય આઈડીમાં રૂ.78.92 લાખની બેલેન્સ મળી આવી હતી. Iiconech.com હિમાંશુ કિલિંગકર નામના ID પર રૂ. 45.34 લાખનું બેલેન્સ મળી આવ્યું હતું, English999.com (Meet Rathod) નામના ID પર રૂ. 7.48 લાખનું બેલેન્સ મળ્યું હતું અને English999.com (ગોપાલ ગઢવી) નામના ID પર રૂ. 26.10 લાખનું બેલેન્સ મળ્યું હતું.

આરોપી ત્રણ વર્ષથી સક્રિય હતો

આરોપીએ કબૂલાત કરી હતી કે તે ત્રણ વર્ષથી સટ્ટો રમી રહ્યો છે. તેણે કબૂલાત કરી હતી કે તેણે ઓનલાઈન એપ પર ક્રિકેટ સટ્ટો રમવા માટે મીત રાઠોડ, ગોપાલ ગઢવી અને હિમાંશુ કલિંગર પાસેથી આઈડી લીધા હતા. તેનું પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવ્યું હતું. નીરજ પરમાર પણ આ સટ્ટામાં તેનો ભાગીદાર છે. તેના આધારે તે પોતાનું માસ્ટર આઈડી લઈને અન્ય લોકોને પણ સટ્ટો રમાડતો હતો. તેની પાસેથી 3 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે.

ભુજ પોલીસ અન્ય સાથીદાર આરોપીની શોધમાં લાગેલી છે.પોલીસે દ્વારા વધુ તપાસમાં નિરજ પરમાર કે જે મુખ્ય આરોપી મિત કોટકનો પાર્ટનર છે.હિમાંશુ કિલિંગર માસ્ટર આઈડી ધરાવનાર,મિત રાઠોડ માસ્ટર આઈડી ધરાવનાર,ગોપાલ ગઢવી માસ્ટર આઈડી ધરાવનાર,અક્ષય ભાઈ,દીપકભાઈ, ધવલભાઈ, જયભાઈ,જુનાસ, પારસ, ધવલભાઈ, જીત રૂપારેલ, યુવરાજ, જીગર, ધવલભાઈ, સાહિલ, આ નામો બહાર આવેલ છે.