પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો છે. પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તિર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ છે. આ વચ્ચે હવે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે મૂર્તિઓ ફરી સ્થાપિત કરવા સરકારે સૂચના આપી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આ પ્રતિમાઓ ઐતિહાસિક છે. તેમજ પાવાગઢ ખાતે જૈન સમાજના ભગવાનની મૂર્તિઓ ખંડિત મુદ્દે આખરે સમાધાન થયુ છે.
મળતી માહિતી અનુસાર પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તિર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ વચ્ચે હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, મૂર્તિઓ ફરી સ્થાપિત કરવા સરકારે સૂચના આપી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આ પ્રતિમાઓ ઐતિહાસિક છે. તેમજ પાવાગઢ ખાતે જૈન સમાજના ભગવાનની મૂર્તિઓ ખંડિત મુદ્દે આખરે સમાધાન થયુ છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી જૈન સમાજમાં ભારે આક્રોશમાં છે. જૈન તિર્થંકરોની પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવા માંગ કરવામાં આવી હતી. પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો. પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન અગ્રણીઓએ મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા રજૂઆત કરી છે.