Patan: SSC બોર્ડ પરીક્ષામાં ડમીકાંડમાં ચુકાદો આવ્યો છે. જ્યુડિશિયલ કોર્ટે ડમીકાંડનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે ,7 વર્ષ અગાઉ ડમી પરીક્ષાર્થીઓએ SSC બોર્ડની પરીક્ષામાં છેતરપિંડી કરી હતી. 3 ડમી પરીક્ષાર્થીઓને કોર્ટે 1 વર્ષની કેદ અને 10-10 હજારનો દંડ કર્યો છે. બાલીસણા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઇ હતી.