Gujarat News: Aam Admi Partyના પ્રદેશ પ્રવક્તા Yogesh Jadwaniએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, એક સમાચાર અનુસાર ભાજપના દિલ્હીના સાત ધારાસભ્યોએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગણી કરી છે. ભાજપના નેતાઓ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની વાત કયા મોઢે કરી રહ્યા છે તે વિચારવા જેવું છે. દિલ્હીમાં Aam Admi Party પાસે 61 જેટલા ધારાસભ્યો છે. ભાજપ પાસે 70માંથી ફક્ત સાત ધારાસભ્યો છે. ભાજપના આ સાત ધારાસભ્યોની વાત દિલ્હીના ભાજપના કોર્પોરેટરો કે અધિકારીઓ પણ માનતા નથી અને આ લોકો રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી રહ્યા છે. મણીપુરમાં ભાજપના રાજમાં એક વર્ષથી ખૂબ જ હિંસા ફાટી નીકળી છે અને લોકો રાજ્યપાલના ઘરે જઈને પણ તોડફોડ કરી રહ્યા છે, તો મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરવી જોઈએ.

Gujaratમાં અનેકવાર વારંવાર પેપર ફૂટી રહ્યા છે, વડોદરામાં માનવસર્જિત પુર આવ્યું છે, જેમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું અને સામાન્ય વ્યક્તિથી લઈને કરોડપતિ લોકો સુધી તમામ લોકોના જીવ જોખમમાં મુકાયા અને આ તમામ લોકોની માલમિલકત ડૂબી ગઈ. તો ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરવી જોઈએ. ગુજરાતમાં લાખો બેરોજગાર યુવાનો છે અને 30 વર્ષથી ભાજપની સરકાર છે તો ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરવી જોઈએ. ગુજરાતમાં કેટલાય બ્રિજ પડી ગયા, રોડ રસ્તા તૂટી ગયા અને ચારે બાજુ ખાડે ખાડા છે તો ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી થવી જોઈએ. હું ભાજપના આ નેતાઓને ફક્ત એટલું જ કહેવા માંગીશ કે તમે કોઈ કામ ન કરો તો કંઈ વાંધો નહીં, પરંતુ આ રીતની બેહૂદી વાતો ન કરો.