Morbiમાં આવેલ સિરામિક ઝોનમાં ગેસ સપ્લાય કરવાની હોવાથી ગેસ પાઈપલાઈન મોટાપાયે લગાવવામાં આવી હોય જયાં છાશવારે ગેસ લીકેજ જેવી ઘટનાો બનતી રહે છે. જેમાં આજે ગેસ લીકેજ થતા થોડીવાર માટે રોડ બંદ કરવાની ફરજ પડી હતી. સદનશીબે મોટી દુર્ઘટના ટળતા હાશકારો અનુભવાયો હતો..
તાબડતોબ રસ્તો બંધ કરીને પાઈપલાઈનનું યુધ્ધનાં ધોરણે રીપેરીંગ, સદનશીબે મોટી દુર્ઘટના ટળતા હાશકારો
સિરામિકઝોન એવા મોરબીના પીપળી રોડ પર ગેસ લાઈન લીકેજની ઘટના પ્રકાશમાં આવી હતી. બપોરના સુમારે ગેસની લાઈન લીકેજ થતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેની જાણ થતા ગેસ કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડે ગયા હતાં અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ગેસ લીકેજને પગલે થોડીવાર માટે રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. જો કે થોડીવારમાટે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.