Panchmahal જીલ્લામાં ‘લગ્નની સીઝન ચાલી રહી છે. શહેરા તાલુકામાં ભોટવા ગામે લગ્ન ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેમાં પરિવાર દ્વારા હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું હતું.અને હેલિકોપ્ટર દ્વારા જાન દુલ્હન ના ગામે પહોંચી હતી. હેલિકોપ્ટર જોવા આસપાસના લોકો પણ ઉમટી પડયા હતા.
લગ્નપ્રસંગને યાદગાર બનાવા અને પોતાના સંતાનોની ઈચ્છા માતાપિતા પુરી કરતા હોય છે.પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામે રહેતા કાળુભાઈ બાદરભાઈ બારિયાના પુત્રના લગ્ન પ્રવિણકુમારના લગ્ન ડોકવા ગામે રહેતા ભારતસિંહ પ્રતાપસિંહ મકવાણાની પુત્રી ઈન્દિરાકુમારી સાથે નક્કી કર્યા હતા.
પરિવાર દ્વારા લગ્નમાં કઈક અલગ કરવાનુ વિચાર્યુ એટલે પ્રવિણકુમારની જાન હેલિકોપ્ટરમાં લઈ જવાનુ નકકી કર્યું હતુ. સમાજના રીતે રિવાજ મુજબ જાનપ્રસ્થાનના સમયે હેલિકોપ્ટર ભોટવા ગામે અમદાવાદથી આવી પહોંચ્યુ હતું. વરરાજા પ્રવિણસિંહ બારિયા પોતાના પરિવાર સાથે હેલિકોપ્ટરમાં બેસીને ડોકવા ખાતે પહોચ્યા હતા અને ત્યા લગ્નવિધી પૂર્ણ થઈ હતી.
પરત દુલ્હન પણ હેલિકોપ્ટરમાં બેસીને પોતાની સાસરીમાં આવી હતી.હેલિકોપ્ટર જોવા ભોટવા સહિત આસપાસના ગામના લોકો ઉમટી પડયા હતા. પંચમહાલ જિલ્લામાં હાલમાં લગ્નસરાની મોસમ ધૂમધામ થી ચાલી રહી છે ત્યારે શહેરા તાલુકામાં પહેલીવાર લગ્નમાં હેલિકોપ્ટર આવ્યુ હતુ. હેલિકોપ્ટરની સુરક્ષા ને લઈને ફાયર વિભાગની ટીમ અને પોલીસ વિભાગની ટીમ પણ ત્યાં હાજર રહી હતી.અને Pamchahal નવદંપતીના લગ્ન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા અને પરિવારજનોએ આશીર્વાદ આપ્યા હતા.
આ પણ વાંચો…
- ગુજરાતના Suratમાં 2.30 કલાક ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ, જાણો કેમ વિભાગે લીધો આ મોટો નિર્ણય
- Panchmahal : આવ્યા..આવ્યા.. વરરાજા હેલિકોપ્ટરમાં આવ્યા..!!
- Gujaratના 5 જિલ્લામાં તાપમાન 41ને પાર, વધુ 3 દિવસ સુધી વધશે પારો
- Valsad : 3.31 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો
- દમણમાં મકાનમાં ચાલતા IPL સટ્ટા પર સપાટો, 3ની ધકપકડ