એક તરફ દેશભરમાં રામનવમીની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ Pakistanથી આવેલા કેટલાક ભક્તો Dwarkadish મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. શનિવારે પાકિસ્તાનથી ભારત આવેલા શ્રદ્ધાળુઓનું એક જૂથ દ્વારકાધીશ મંદિર પહોંચ્યું હતું. આ દરમિયાન તેમનો ઉત્સાહ જોવા જેવો હતો.
એએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાનથી આવેલા ભક્તો મંદિરની બહાર ઉભા છે અને “જય દ્વારકાધીશ” ના નારા લગાવી રહ્યા છે. બધા ભક્તો ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાતા હતા. તેમાં સામેલ એક યુવતીએ જણાવ્યું કે તેને ભારત આવવા માટે વિઝા તેના ગુરુ ડૉ. યુધિષ્ઠિર લાલ મહારાજના કારણે મળ્યો છે, જે રાયપુરના રહેવાસી છે.
સાક્ષી નામની યુવતી જે સિંધની છે અને કરાચીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. તેણે કહ્યું “અમે ખૂબ જ ખુશ છીએ કે અમને દ્વારકાધીશના દર્શન કરવાની તક મળી. અમે અહીં આવીને પોતાને ધન્ય અને ભાગ્યશાળી માનીએ છીએ. બહુ ઓછા લોકોને આવી તક મળે છે.
જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વાતાવરણમાં તફાવત વિશે પૂછવામાં આવ્યું ત્યારે સાક્ષીએ કહ્યું ત્યાં સારું વાતાવરણ અને ભાઈચારો છે અને મને અહીં પણ ખૂબ સારું લાગે છે. દરેક વ્યક્તિ ખૂબ જ સરસ અને મૈત્રીપૂર્ણ છે. ત્યાં હાજર તમામ પાકિસ્તાની ભક્તોએ ભગવાન કૃષ્ણના દર્શન કર્યા હતા અને દર્શન બાદ તેમનો ઉત્સાહ પણ જોવા લાયક હતો.