Pahalgam attack : નડિયાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરીકોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા. જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં નડિયાદ સંતરામ મંદિર સર્કલ પાસે મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પહલગામ હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જ્યાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાન હાય હાયના નારા લગાવાયા હતા. તેમજ ભારત આ હુમલાનો પાકિસ્તાની આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપશે, તેમ પણ જણાવ્યુ હતુ.
આ તરફ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યુ હતુ કે, દેશના લોકો જમ્મુ અને કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણી અને દેશની પ્રવાસપ્રિય પ્રજા પ્રવાસ માણવા ગઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનના આતંકવાદીઓએ કાયરતાપૂર્વક સેનાના વેશમાં આવી અને દેશના જુદા-જુદા રાજ્યના 28 જેટલા લોકોની હત્યા કરી નાખી.

તેમણે ઉમેર્યુ હતુ કે, સમગ્ર દેશમાં આ ઘટનાને લઈ આક્રોષ વ્યાપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આ બાબતે સખત હરકતમાં છે અને આ શ્રદ્ધાંજલિનું મૌન આગામી દિવસોમાં આતંકવાદીઓના જીવનમાં મોટો ઘોંઘાટ બનીને બહાર નીકળશે. દેશ આજે 28 મૃતકોના પરીવારજનો સાથે ઉભો છે. તો નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પણ આ હુમલાની ઘટનાની વખોડી નાખી હતી.
આ પણ વાંચો..
- Gujarat પર વાવાઝોડું ‘મોંથા’ની અસર, અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
- Rajkot: હોસ્પિટલની બહાર બે ગેંગ વચ્ચે 9 રાઉન્ડ ફાયરિંગ, કોઈ જાનહાનિ નહીં; ત્રણ વાહનોને થયું નુકસાન
- Amreli: ધાતરવાડી નદીમાં ડૂબી ગયેલા બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા, ગુમ થયેલા બે યુવાનોની શોધખોળ ચાલુ
- Vadodara: દારૂની મહેફિલ ચલાવતી વખતે ત્રણ છોકરીઓ સહિત સાત લોકો નશાની હાલતમાં ઝડપાયા
- Horoscope: આજે ગુરુવારે કોનો કેવો રહેશે દિવસ, જાણો તમારું રાશિફળ





