Dharmik Mathukia AAP: રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં લાખોના ખર્ચે બનેલા બાળકોનું ICU યુનિટ તો મૂકવામાં આવ્યું પરંતુ હજુ સુધી લોકો આ યુનિટનો લાભ લઇ શકતા નથી. સાથે જ આ સરકારી હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ, પીડીયાટ્રિશ્યન, ગાયનેક, ઇ.એન.ટી ડોક્ટરની પણ અછત છે. આ તકે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી સંગઠન ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ ICU યુનિટ કાર્યરત કરવા માટે વ્યાપક માંગ કરી હતી અને જણાવ્યું હતું કે ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં ICU યુનિટ ઘણા લાંબા સમયથી બની ગયું છે, પરંતુ આજ દિન સુધી ધૂળ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં અહીં કોઈ ડોક્ટર ફાળવવામાં આવ્યા નથી. આપણા ટેક્સનાં પૈસે આ યુનિટ તો બનાવી દીધા પરંતુ આપણને સુવિધા મળતી નથી અને જવાબદાર લોકો આપણને સુવિધા અપાવી શક્યા નથી. એનું કારણ છે કે અભણ અને ભારતીય જનતા પાર્ટીનાં ભ્રષ્ટ નેતાઓને આપણે મત આપીને ચૂંટીને વિધાનસભા સુધી મોકલ્યા છે.

ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાથ જોડીને આ ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓને મારી વિનંતી છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં બાળકો માટેનું ICU યુનિટ ક્યા કારણોસર બંધ છે તેનું નિવારણ લાવો અને તાત્કાલિક યુનિટ ચાલુ કરાવો. જો તાત્કાલિક યુનિટ ચાલુ કરવામાં નહીં આવે અને બાળકો માટેનાં ડોક્ટરોની ભરતી કરવામાં નહીં આવે તો ખૂબ મોટું ઉગ્ર આંદોલન થશે. ધોરાજીની જનતાને સાથે રાખીને અમે પ્રશાસન સામે હલ્લાબોલ કરીશું અને જવાબદાર સામે FIR નોંધાવીશું.