Rajkot જિલ્લાનાં પ્રાથમિક શાળાનાં શિક્ષકોની વધ-ઘટની બદલીનો કેમ્પ આગામી તા.૨૧નાં Rajkot ની કરણસિંહજી હાઈસ્કુલમાં યોજવામાં આવ્યો છે. આ કેમ્પ બાદ તાલુકા અને જિલ્લા કક્ષાની આંતરીક ઓનલાઈન બદલીઓની કામગીરી શરૂ થશે. રાજયભરમાં તા.૧થી તા.૧૨ સપ્ટે. સુધી પ્રાથમિક શિક્ષકોની બદલીનું શેડ્યુઅલ રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આગામી તા.૧થી ૫ સપ્ટે.નાં શિક્ષકોએ બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે, ૨૦મીએ બદલીનો ઓર્ડર
નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયાનાં અઢી મહિના બાદ પ્રાથમિક શિક્ષકોની બદલીનું શેડયુઅલ જાહેર થતાં શિક્ષકો દ્વારા આજથી જ બદલીનાં સમયપત્રક અંગેની વિગતો મેળવવાની પુછતાછ શરૂ થઈ ગઈ હતી. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા શેડયુઅલ મુજબ કેમ્પનાં પુર્વ આયોજન માટે તા. ૨૪થી તા. ૨૭ ઓગ. સુધી દરેક જિલ્લામાંથી ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવાની રહેશે. તા.૨૮ ને તા.૨૯ ઓગ.નાં ખાલી વેરીફિકેશન થશે. તા. ૧થી તાપસણ સુધી શિક્ષકોએ વિદ્યાસહાયકોએ આંતરીક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનાં રહેશે.
તા. ૨થી તા.૭ સપ્ટે. સુધી તાલુકા દ્વારા અરજીફોર્મ વેરીફિકેશન કરી જિલ્લા કક્ષાએ રજુ કરવાની કામગીરી થશે. તા.૪થી તા.૧૫ સપ્ટે. સુધી જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કરવામાં આવશે. તા. ૧૭ અને તા.૧૮નાં રાજયકક્ષાએ વેરીફિકેશન થયા બાદ તા.૨૦થી તા.૨૨ સપ્ટે. દરમિયાન ઓનલાઈન ઓર્ડર ઈસ્યુ કરવામાં આવશે.