Operation Sindoor : સરહદી જિલ્લા ભુજનું એરપોર્ટ બંધ કરી દેવાયું છે.ત્રણ દિવસ માટે ભુજ એરપોર્ટ પર તમામ પેસેન્જર સંબધિત ગતિવિધિ સ્થગિત કરવામાં આવી છે. ભુજથી મુંબઈ, અમદાવાદ અને દિલ્હીની રોજ ચાર ફ્લાઇટ ઉડાન ભરે છે જે હાલમાં શુક્રવાર સુધી બંધ રહેશે. આગામી ત્રણ દિવસ બાદ પેસેન્જર ફલાઇટ ચાલુ કરવા માટે નિર્ણય લેવામાં આવશે.ફલાઇટ રદ થતા મુસાફરોને રીફંડ અથવા અન્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમ એર લાઈન્સે
જણાવ્યું હતું.

ભુજ એરપોર્ટને બંધ કરી દેવાતા મુંબઈથી સવારે આવતી અને જતી બે ફ્લાઇટ ઉપરાંત અમદાવાદથી આવતી અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ કરી દેવામાં આવી છે. ભુજ એરપોર્ટ ઉપર આવતી જતી સિવિલિયન ફ્લાઇટ માટે ભુજ એરફોર્સ સ્ટેશનના રન વેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ભારતના ઓપરેશન સિંદૂરને પગલે ગુજરાત સહીત દેશના તમામ સરહદી વિસ્તારને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. 1971માં યુધ્ધ થયું ત્યારે ભુજ એરપોર્ટ પર એક રાતમાં 18 બૉમ્બ પડ્યા હતા જેથી સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં એરપોર્ટ પર પણ સીઆઈએસએફ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

Operation Sindoor બાદ બંને દેશો વચ્ચે હાલ યુદ્ધ જેવી પરીસ્થિતિ છે. તેવા સમયે સુરક્ષા વ્યવસ્થા ચાકચોબંધ રાખવા માટે સરહદી વિસ્તારોના તમામ પ્રશાસનોને સક્રિય કરી દેવાયા છે.

આ પણ વાંચો..