CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જાન્યુઆરી-2026નો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા.22મી જાન્યુઆરીએ યોજવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
તદઅનુસાર જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો નાગરિકો ગુરૂવાર, તા. 22મી જાન્યુઆરીના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
CM Bhupendra Patel ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.





