Online Gaming : દ્વારકા જિલ્લામાં ઓનલાઈન ગેમિંગના પ્રચાર માટે કેટલાક ઈન્ફ્લુએન્સરોને ગંભીર પરિણામો ભોગવવા પડ્યા છે. પોલીસ દ્વારા ઓનલાઈન ગેમિંગનો પ્રચાર કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 4 ઈન્ફ્લુએન્સરોની ધરપકડ કરવામાં આવી છે. આ ઈન્ફ્લુએન્સર્સ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમથી ઓનલાઈન જુગાર (ગેમિંગ) માટે યુવાનોને પ્રેરિત કરતા હતા . પોલીસ દ્વારા 21,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જુગાર પ્રોત્સાહન અને યુવાનોને દુષણ તરફ દોરી જવાને કારણે કાનૂની કાર્યવાહી કરાઈ છે. ઓનલાઈન ગેમિંગનો અનૈતિક પ્રચાર પણ કાનૂની રીતે ગુનો ગણાય છે, ખાસ કરીને જ્યારે આ પ્રકારનો પ્રચાર યુવાનોને જોખમભરી પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે.
ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ઓનલાઈન જુગારને લઇને કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના કિસ્સાઓ એ જણાવે છે કે આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું અને લોકોને પણ સચેત કરવું જરૂરી છે.
આ પણ વાંચો..
- China: શી જિનપિંગે સૈન્યને રાજકીય વફાદારીનો પાઠ કેમ શીખવ્યો? ઘણા અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ફસાયેલા હતા
- ઈરાને 221 મિસાઈલ અને 1,305 ડ્રોન હુમલા કર્યા; UAE એ જાહેર કર્યું કે કેટલા તોડી પાડવામાં આવ્યા
- Nepal election: ભારે ઉથલપાથલ: બાલેન્દ્ર શાહે ભૂતપૂર્વ વડા પ્રધાન ઓલીને ૫૦,૦૦૦ મતોથી હરાવ્યા
- Train: ભારત-ન્યૂઝીલેન્ડ મેચ જોવા માટે અમદાવાદ જવા માંગો છો? રેલ્વેએ રાતોરાત ખાસ ટ્રેન ચલાવી છે; અહીં સમય તપાસો
- Iran: ઈરાન હવે મધ્ય પૂર્વમાં હારી ગયું છે, આજે મોટો હુમલો શક્ય છે… ટ્રમ્પે બીજી ધમકી આપી





