વેરાવળ, દેશના પ્રથમ જ્યોતિર્લિંગ Somnath મહાદેવ મંદિરે આજે ત્રીજા સોમવારે વહેલી સવારે ૪ વાગ્યે દ્વાર ખુલી જશે અને રાત્રિના 10 સુધી વિવિધ પૂજન અર્ચનનો ક્રમ જારી રહેશે, આજે સવાલક્ષી બિલ્વ પૂજા, મહામૃત્યુંજય મહાયજ્ઞ, પાલખીયાત્રા યોજાશે, શ્રાવણ માસ નિમિત્તે શ્રધ્ધાનું નિમિત્તે Somnath શ્રધ્યાનું ઘોડાપૂર ઉમટ્યું છે. દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકોએ Somnath માં મુકામ કરતાં હોટલ, ગેસ્ટ હાઉસો, ધર્મશાળા સહિતના તમામ આવાસ સ્થાનો ફુલ થઇ ગયા છે.
હજારો ભાવિકો ત્રિવેણીમાં કરશે પવિત્ર સ્નાન, મહા મૃત્યુંજય મહાયજ્ઞ બાદ પાલખી પૂજન અને પાલખીયાત્રા યોજાશે
સોમનાથમાં શ્રાવણ માસ ત્રીજા સોમવારે દેશ વિદેશમાંથી હજારો ભકતજનો દ્વારા હજારો પુજા વિધીઓ નોંધાયેલ છે તેમજ ધ્વજા આરોહણ તથા સોનાના કળશની પુજા કરવામાં આવશે. આ ઉપરાંત સોમનાથ ત્રીવેણી ધાટ ગીતા મંદિર ભીડ ભંજન મહાદેવ – ભાલકાતીર્થમાં પણ અનેકધાર્મિક કાર્યક્રમોનુ આયોજન થયેલ છે. ત્રીજા સોમવારે સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે મહાપુજા શ્રી પ્રારંભ સવારે 6 થી 7, પ્રાતઃ આરતી સવારે 7થી 7.15, મહા મૃત્યુજય યજ્ઞ પ્રારંભ સવારે 7.30 કલાકે, નુતન ધ્વજા રોહણ સવારે 8 કલાકે, સવાલક્ષ બીલ્વપુજા પ્રારંભ સવારે 8 કલાકે, સંકલ્પ તથા પાલખી પુજન તથા યાત્રા સવારે 9 કલાકે, મધ્યાન મહાપુજન બપોરે 11 થી 12, મધ્યાન આરતી 12 થી 12.15, સવાલક્ષ બિલ્વાચન બપોરે 1થી 2.30, શ્રૃંગાર દર્શન સાંજેપથી 8.30, દીપમાળા સાર્જ 6.30 થી 7.30, સાંજ આરતી સાજે 7થી 7.20 સુધી રાત્રે 10 કલાકે મંદિર બંધ થશે. રવિ, સોમ બે દિવસની રજાઓ આવતા ટ્રસ્ટના લીલાવતી, મહેશ્વરી, સાગરદર્શન સહિત ખાનગી ગેસ્ટહાઉસો અને ધર્મશાળાઓ હાઉસફુલ થયેલ હતી.
ગીર સોમનાથ જીલ્લાના તમામ તાલુકાઓના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના હજારો લોકો ભોળાનાથને શિશ નમાવવા પગપાળા આવી પહોચશે. તે પવિત્ર ત્રીવણી નદીમાં સ્નાન કરશે તેમજ દેશ વિદેશથી યાત્રાળુઓ આવી પહોચતા સોમનાથ ટ્રસ્ટની તમામ ધર્મશાળાઓ, ગેસ્ટહાઉસો હાઉસફુલ થઈ ગયેલ છે. સોમનાથ ટ્રસ્ટ, ડોગરેજી મહારાજ અન્નક્ષેત્ર તરફથી યાત્રાળુ માટે ભોજન ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ છે. યાત્રીકોને કોઈ અસુવિધા ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ વહીવટી તંત્ર, પોલીસતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.