Janmashtami: વાંકાનેર દર વર્ષની પરંપરા મુજબ ફળેશ્વર મહાદેવના મંદિરે ષોડશોપચાર મહાપૂજા બાદ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે જે શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી જીનપરા ચોકે પહોંચ્યા બાદ ધર્મસભામાં પરિવર્તિત થઈ જશે.
Janmashtami: શહેરના રાજમાર્ગો, જડેશ્વર રોડ, દીવાનપરા, આરોગ્યનગર, માર્કેટ ચોક, પ્રતાપચોક, સિટી સ્ટેશન થઈ જીનપરા ચોકે પહોંચી ધર્મસભામાં પરિવર્તિત થશે
તાજેતરમાં ફળેશ્વર મહાદેવ મંદિરના, વિશાળ પટાંગણમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવણી બાબતે બેઠક મળી હતી. જેમાં સંતો મહંતો, વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો,જન્માષ્ટમી સેવા સમિતિના હોદેદારો, કાર્યકરોએ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી. જેમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજવાનું આયોજન થયું હતુ. તા.૨૮મીએ જન્માષ્ટમીના પાવન દિવસે ફળેશ્વર મહાદેવ શિવાલયમાં રાજવી પરિવારના કેશરીસિંહજી ઝાલાના હસ્તે મહાપૂજા થશે. જેમાં ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર કરીને મંદિરને શિવ સ્તુતિ ધ્વનિથી ગજાવી દેશે.
એ પછી સવારે નવ કલાકે શોભાયાત્રાનું મંદિરેથી વિધિવત પ્રયાણ થશે. જે શહરેના રાજમાર્ગો જડેશ્વર રોડ, દીવાનપરા, આરોગ્ય નગર, માર્કેટચોક, પ્રતાપચોક, રામચોક, દરબારગઢ | રોડ, ચાવડીચોક, મેઈન બજાર, ગ્રિન ચોક, સિટી સ્ટેશન રોડ થઈ જીનપરા ચોકે પહોંચી શોભાયાત્રા પુરી થશે અને આની સાથોસા | ધર્મસભા યોજાશે. જેને સંતો મહંતો વિશ્વ | હિંદુ પરીષદના આગેવાનો સંબોધિત કરશે. | જેમાં ગાયત્રી મંદિરના મહંત અશ્વિનબાપુ રાવલ, રઘુનાથજી મંદિરના મહંત સહિતના સાધુસંતો હાજર રહેશે.