Gujarat BJP President Jagdish Vishwakarma: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવે આ નામની ઔપચારિક જાહેરાત કરી હતી. આ મહત્વપૂર્ણ ઘોષણા સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કમલમ (ભાજપ કાર્યાલય) ખાતે પદગ્રહણ કરવા જઈ રહ્યા છે.
પૂર્વ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું નિવેદન
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલે તેમના કાર્યકાળની સફળતાઓ અને પડકારો અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સવા પાંચ વર્ષ પહેલાં તેમને પ્રદેશ ભાજપની જે જવાબદારી સોંપવામાં આવી હતી. તે તમામ કાર્યકરોના સાથ-સહકારથી તેમણે સફળતાપૂર્વક નિભાવી.
કાર્યકાળની સિદ્ધિઓ
તેમના નેતૃત્વમાં ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો જીતવામાં સફળ રહ્યું.
લોકસભાની ચૂંટણીમાં પણ 26માંથી 25 બેઠકો જીતી.
2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષને 2 કરોડથી વધુની લીડ મળી હતી.
વિધાનસભાની તમામ પેટાચૂંટણીઓ અને તમામ 31 જિલ્લા પંચાયતો પર ભાજપે વિજય મેળવ્યો.