ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આગામી તા.૩૦મી ડિસેમ્બરના રોજ આયોજિત રાષ્ટ્રીય કક્ષાના એકસાથે ૯૦૦૦ વકીલોના વ્યવસાયિક શપથ સમારોહને પૂર્વ PM મનમોહનસિંહના નિધન અને સાત દિવસના રાષ્ટ્રીય શોકને પગલે મોકૂફ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ રદ થતાં શપથ ગ્રહણ કરનાર નવા એનરોલ થયેલા વકીલો સહિતના મહાનુભાવોને પણ તેની અધિકૃત જાણ કરી દેવાઈ છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન સહિત ન્યાયતંત્રના અનેક મહાનુભાવો અને પદાધિકારીઓ પણ આવવાના હતા
આ અંગે બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના જજીસ, ન્યાયતંત્રના પદાધિકારીઓ સહિતના મહાનુભાવો આવવાના હતા. જો કે, ત્યાં જ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધનના | સમાચાર આવતાં અને રાષ્ટ્રીય શોક જાહેર થતાં ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા સાથે ચર્ચા વિચારણા અને સલાહ મસલત કર્યા બાદ આખરે સામૂહિક શપથ સમારોહ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.