સુપ્રીમ કોર્ટના આદેશ બાદ PIની ચેમ્બરમાં CCTV કેમેરા લગાવવામાં આવનાર છે. ગુજરાતના તમામ પોલીસ મથકના PIની ચેમ્બરોમાં હવે કેમેરા લગાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. પારદર્શકતા અને અરજદારોને કનડગત ન થાય તે માટે PIની ચેમ્બરમાં કેમેરા ફરજીયાત કરાયા છે. એટલુ જ નહીં, અત્યાર સુધી પોલીસ અધિકારીઓ દ્વારા અરજદારો સાથે જે મુજબનું વર્તન થતુ હતુ, તે અંગેની ફરીયાદો પણ ઉઠી હતી. જેના નિરાકરણ માટે હવે સીસીટીવી લગાાશે.

સુપ્રીમ કોર્ટે પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા લગાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ પાછળનો હેતુ પોલીસ સ્ટેશનમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે. આ આદેશ પોલીસ સ્ટેશનમાં થતા ગેરવર્તણૂકો અને માનવ અધિકારોના ઉલ્લંઘનને રોકવામાં મદદ કરશે.
CCTV કેમેરા એવી રીતે લગાવવામાં આવે કે પોલીસ સ્ટેશનની તમામ પ્રવૃત્તિઓ રેકોર્ડ થાય. કેમેરાની રેકોર્ડિંગ ઓછામાં ઓછા 18 મહિના સુધી રાખવાની રહેશે. કેમેરા લગાવ્યા પછી, પોલીસ સ્ટેશનમાં આવતા લોકોને તેની જાણ કરવી જરૂરી છે.
CCTV કેમેરા એવી રીતે લગાવવાના રહેશે કે જેથી કરીને પોલીસ સ્ટેશનની અંદરની તમામ ગતિવિધિઓ રેકોર્ડ થઈ શકે. એક વાત મહત્વની છે કે, આ સીસીટીવી ફૂટેજ માનવ અધિકાર આયોગ અને કોર્ટ જેવી સંસ્થાઓને જરૂર પડ્યે ઉપલબ્ધ કરાવાના રહેશે. આ નિર્ણયથી પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસ વધશે. પોલીસની કાર્યક્ષમતામાં સુધારો થશે.
આ પણ વાંચો..
- Trump: કોર્ટના નિર્ણયને કારણે ટ્રમ્પે 500 મિલિયન ડોલર બચાવ્યા, આ કેસમાં ભારે દંડ ફટકારવામાં આવ્યો
- SC: રખડતા કૂતરાઓને રાહત મળશે કે તેમને આશ્રય ગૃહોમાં મોકલવામાં આવશે? સુપ્રીમ કોર્ટ કાલે મહત્વપૂર્ણ નિર્ણય આપશે
- Americaની 87 અબજ ડોલરની પેટ્રિઅટ ડિફેન્સ સિસ્ટમ, પરીક્ષણ દરમિયાન વિસ્ફોટ
- China: ચીન ભારતનું સમર્થન કરવા માટે બહાર આવ્યું, ૫૦% ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પને યોગ્ય જવાબ આપ્યો
- Shreyas Iyer: માટે વધુ એક ખરાબ સમાચાર, હવે તેને આ ટીમની કેપ્ટનશીપ પણ નહીં મળે