Gujaratના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરની નારાજગી માત્રએ સરકારને હચમચાવી દીધી હતી. તે બાદ સંમેલનો કર્યા અને અંતે એક ઠાકોરના કારણે આખી સરકાર જાગી ગઈ છે. હવે વિધાનસભામાં સત્તાવાર રીતે આમંત્રણ આપી કલાકારોને તેડાવ્યા છે.

વાત કંઈક એમ છે કે, Gujarat વિધાનસભામાં થોડા સમય પહેલા કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, ભીખુભાઈ ગઢવી, રાજભા ગઢવી, ગીતા રબારી, જીગ્નેશ કવિરાજ સહિતના કલાકારો પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિધાનસભા સત્ર ચાલુ હોય, તે કાર્યવાહી નીહાળવા સહિત વિધાનસભાની તમામ કામગીરી નિહાળી હતી.

આ બાદ આ તમામ કલાકારોના ફોટોગ્રાફ્સ સામે આવ્યા અને આ ફોટોગ્રાફ્સ મુજબ ઠાકોર અને પાટીદાર સહિતના કલાકારોની અવગણના કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જોવા મળ્યુ. આ મામલે સૌથી પહેલા ગુજરાતના ખ્યાતનામ અને એક સમયે ગુજરાતી કલાકારોની દુનિયાને તળિયુ દેખાઈ ગયુ હતુ, તે વખતે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને બેઠી કરનારા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.

વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરતા જ Gujarat વિધાનસભામાં પહોંચેલા કલાકારો પૈકી દિગ્ગજ કલાકારોએ પ્રતિક્રિયા આપવાની ફરજ પડી, તે બાદ સરકાર તરફથી મંત્રીઓએ પણ નિવેદનો આપ્યા. પરંતુ વિક્રમ ઠાકોર સમાજ માટે અવાજ ઉઠાવવા પ્રતિબદ્ધ હતા, જેથી તેમણે તુરંત સંમેલન બોલાવ્યુ અને જાહેર મંચ પરથી પુનઃ સરકાર અને ભાજપે અવગણના કર્યાનું જણાવ્યુ.

હવે આ વાતના એવા પ્રત્યાઘાત છે કે, આખી સરકાર હચમચી ગઈ અને હવે સત્તાવાર રીતે કલાકારોને આમંત્રણ આપ્યુ છે. જેમાં વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, હિતેન કુમાર, મમતા સોની, મલ્હાર ઠાકર, યશ સોની, જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી, ભવ્ય ગાંધી સહિતના મોટા કલાકારોને સરકારે ગૃહની કાર્યવાહી નીહાળવા અને સન્માનિત કરવા આમંત્રિત કર્યા છે. સરકારે આ તમામ જવાબદારી હિતુ કનોડીયાને સોંપી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- Gold Monetization Scheme સ્કીમ બંધ કરી દીધી છે, જો તમારું સોનું આ સ્કીમમાં જમા થાય તો જાણો શું કરવું?
- South Cinema ના પ્રખ્યાત અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક
- ‘તે તેના જીવનની સકારાત્મકતા છે…’, શું Hardik Pandya એ યુઝવેન્દ્ર ચહલની ગર્લફ્રેન્ડ પર કરી ટિપ્પણી
- Ranya raoના જામીન પર કોર્ટ 27 માર્ચે નિર્ણય આપશે, DRIએ વાંધો ઉઠાવ્યો
- Indigo ના વિમાન સાથે પક્ષી અથડાયું, 179 મુસાફરો સવાર હતા