Surat: દિવાળીના તહેવારને લઈને સુરત જિલ્લામાં ફટાકડા ફોડવાને લઈને અધિક કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓને ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરાયો હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

Surat: ફટાકડા રાતે ૮ થી ૧૦ વાગ્યા સુધી ફોડી શકાશે: પ્રતિબંધિત વિસ્તારોના ૧૦૦ મીટર ત્રિજ્યામાં ફોડવા પર પાબંદી

Surat: દિવાળીના તહેવારને ધ્યાને લઈને, સુપ્રિમ કોર્ટના વખતો વખત નિર્દેશો અનુસાર સુરત ગ્રામ્ય વિસ્તારની હદમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારી દ્વારા ફટાકડાના | વેચાણ તથા ફોડવા સંબંધિત જાહેરનામુ બહાર પાડયુ છે. આ જાહેરનામા મુજબ ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરા પેદા કરતા હોવાથી આવા ફટાકડા ફોડી શકાશે નહીં. તેમજ ઈ- કોર્મસ, વેબસાઇટ ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ | મુકવામાં આવ્યો છે.

દિવાળી તથા અન્ય તહેવારોમાં ફટાકડા રાત્રે ૮ થી ૧૦ કલાક સુધી જ ફોડી શકાશે. આ ઉપરાંત હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ,ન્યાયાલયોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવનાર હોવાથી ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. પેટ્રોલપંપ, સીએનજી, બોટલીંગ પ્લાન, ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની આજુબાજુ ફટકાડા દારૂખાનુ ફોડી શકાશે નહીં.

સ્કાય લેન્ટર( ચાઈનીંઝ ટુક્કલ, આતશબાજી બલુન, રોકેટ) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તથા કોઇ પણ સ્થળે ઉડાડી શકાશે નહીં. આ હુકમની અમલવારી ૧૫.૧૧.૨૦૨૪ સુધી રહેશે.