ધો.૧૦ અને ૧૨ની board exam બાદ પેપરો તપાસવા માટે -મૂલ્યાંકન કામગીરી માટે દર વર્ષે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની સ્કૂલોના ૬૦ હજારથી વધુ શિક્ષકોને ઓર્ડરો કરાતા હોય છે ત્યારે ગત પરીક્ષામાં હાજર નહીં રહેનારા અંદાજે ૩ હજારથી વધુ શક્ષકોને નોટિસ અપાઈ છે અને શિક્ષકો- સ્કૂલોના જવાબના આધારે હવે તેઓને ૩ હજાર રૂપિયાનો દંડ કરવામા આવશે.
board examના ઓર્ડર છતાં પણ ઘણી સ્કૂલો શિક્ષકોને પેપર મૂલ્યાંકન કામગીરીમાં મોકલતી નથી. ખાસ કરીને ખાનગી સ્કૂલો શિક્ષકોને પેપર તપાસવા માટે જવા દેતી નથી.પરંતુ બોર્ડની પરીક્ષામાં જ્યાં ૧૫થી૧૭ લાખ વિદ્યાર્થીઓની એક કરોડ જેટલી ઉત્તરવહીઓ તપાસવાની થતી હોય બોર્ડ દ્વારા સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના ૬૦ હજારથી વધુ શિક્ષકોને પેપર તપાસવા માટેના ઓર્ડરો કરાય છે.જે માટે બોર્ડ દ્વારા દર વર્ષે પરીક્ષા પહેલા સ્કૂલો- શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાય છે. ઘણી સ્કૂલો શિક્ષકો ઓછા હોવાને લીધે અથવા તો વિષય નિષ્ણાંત શિક્ષકો ન હોવાને | લીધે શિક્ષકોને મોકલતી નથી.
પરંતુ જો શિક્ષકો મૂલ્યાંકનમાં હાજર ન રહે તો ૩ હજાર રૂપિયા દંડની જોગવાઈ છે. ત્યારે બોર્ડદ્વારાહાલ રાજ્યના આવા શિક્ષકોને નોટિસ મોકલીને દંડ લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. શિક્ષકોનો ખુલાસો મળ્યા બાદ તેઓનું કારણ યોગ્ય લાગશે તો દંડ નહીં કરાય પરંતુ કારણ યોગ્ય નહીં હોય તો ૩ હજાર રૂપિયા દંડ કરાશે. અંદાજે ૩ હજારથી વધુ શિક્ષકોને-સ્કૂલોને નોટિસ અપાઈ છે.