સુરતના સારોલી પોલીસ સ્ટેશને 31 ઓગસ્ટ, 2025ના રોજ 17 કિલો 14 ગ્રામ ગાંજા, જેની કિંમત રૂ. 1,70,140 છે, સાથે અનિલ કરુણાકર બેહેરા (33)ની ધરપકડ કરી છે. આ કાર્યવાહી “નો-ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિર્દેશનમાં સેક્ટર-1ના પોલીસ અધિકારીઓ, ઝોન-1 અને B ડિવિઝનની મદદથી કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. વેકરિયા અને સર્વેલન્સ ટીમને વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે અનિલ કરુણાકર બેહેરા ગાંજા સાથે કડોદરા-સુરત રોડ, સાબરગામ ચાર રસ્તા તરફ જઈ રહ્યો છે. સારોલી પોલીસે આરોપીને અંબાબા કોલેજ ગેટ પાસે સર્વિસ રોડ પરથી પકડ્યો હતો.

આરોપી પાસેથી 17 કિલો 14 ગ્રામ ગાંજા, 1 મોબાઇલ ફોન, 1 સિમ કાર્ડ, 1 મિનિયા પ્લાસ્ટિકની થેલી અને 1 પારદર્શક પ્લાસ્ટિકની થેલી જપ્ત કરવામાં આવી હતી, જેની કુલ કિંમત રૂ. 1,77,140 આંકવામાં આવી છે.
ઓડિશાના બે આરોપી વોન્ટેડ:
આ મામલે પોલીસે ગાંજો આપનાર મુન્ના નીરવ બેહેરા (ગામ-બી ચિકલી, પોસ્ટ-કુલાગડા, જિલ્લો-ગંજામ, ઓડિશા) અને ગાંજો લેનાર પિન્ટુ બિસોઈ (પાંડેસરા, સુરત; મૂળ-ગંજામ, ઓડિશા)ને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. સારોલી પોલીસે NDPS એક્ટ, 1985ની કલમ 8(C), 20(B) II(B) અને 29 હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.