Amreliમાં થોડા દિવસો પહેલા રંગે ચંગે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કલેક્ટર કચેરી, ચીફ ઓફિસર અને કમિશનર સુધી અવિશ્વાસની દરખાસ્ત લઈને ગયેલા અમરેલી નગર પાલિકાના સભ્યોનું સુરસુરિયું થયું છે. ભાજપ પક્ષના ઉચ્ચ નેતાઓએ બંને જૂથો વચ્ચે સમજાવટ કરાવતા અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી લેતા પાલિકાનો મામલો શાંત પડયો હતો. જોકે લોકોમાં હવે ભ્રષ્ટાચાર મુદે શું રંધાયું તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

ભાજપના આગેવાનોએ બન્ને જૂથોને સંપીને વહીવટ કરવા સલાહ આપતાં નાટ્યાત્મક રીતે ઘીનાં ઠામમાં ઘી પડયું પ્રાપ્ત માહિતી પ્રમાણે, Amreliમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ગત દિવસે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. પાલિકા પ્રમુખ બીપીનભાઈ લીંબાણી સામે વર્તમાન ઉપપ્રમુખ અને બે પૂર્વ પ્રમુખો સહિતના લોકોએ વર્તમાન પ્રમુખ વિરુધ્ધ આગેવાની લઈને ૧૭ સભ્યો સાથે જિલ્લા કલેક્ટર, ચીફ ઓફિસર અને પાલિકા કમિશનર સુધી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.આ સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, અગાઉ મળનારી સામાન્ય સભા અચાનક જ વર્તમાન પ્રમુખ દ્વારા રદ કરી દેવામાં આવી હતી તે પ્રમુખ દ્વારા મનસ્વી અને ગેર બંધારણીય નિર્ણય ગણાવવામાં આવ્યો હતો તેમજ શહેરી વિકાસના બ્લોક પાથરવાની કાર્યવાહીમાં નબળા પ્રકારની કામગીરી કરવામાં આવી હતી.

નગર પાલિકાના સદસ્યના ફેક્ટરીમાંથી ઉચ્ચા ભાવે ટેન્ડર મંજૂર કરી નબળા પ્રકારના મટીરિયલ સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો તેમજ રોડની કામગીરી તેમજ બિન જરૂરી ખર્ચ કરી પાલિકાને કરોડોના નુકશાન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે અચાનક જ પાલિકાના બળવાખોર સભ્યોએ પલટી મારી હતી અને બધું જ યોગ્ય હોવાનું જણાવી પાલિકા પ્રમુખ | વિરુધ્ધની અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચી હતી. સ્થાનિક ભાજપના આગેવાનોએ | દરમિયાનગીરી કરી અને સદસ્યો સાથે બેઠક કરી અવિશ્વાસની દરખાસ્ત આખરે પરત ખેંચી અને લેખિતમાં ચીફ ઓફિસરને આપતા મામલો થાળે પડ્યો હતો.