Gopal Italia News: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કચ્છના નેતા કાયનાત કંસારી આથાએ થોડા દિવસ પહેલા એક બુટલેગરના દારૂના પર જનતા રેડ કરી હતી. જેમાં પુષ્કળ દારૂ પકડાયો હતો. જેના કારણે પોલીસે FIR કરવી પડી, આરોપીઓને પકડવા પડ્યા, હપ્તા બંધ થયા, તો આવી તકલીફ પોલીસને અને ભાજપના નેતાઓને પડી. બે-ત્રણ દિવસ પહેલા બનેલી ઘટનાને મુદ્દે દલિત સમાજના કોઈ મહિલાને હાથો બનાવીને એટ્રોસિટી એક્ટ પ્રમાણે પોલીસે આજે કાયનાતબેનની ધરપકડ કરી લીધી છે. જોવાનું એ છે કે જૂનાગઢના જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા ખેડૂતો માટે લડતા હતા તો એમના વિરુદ્ધ પણ એટ્રોસિટીની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી એમાં પણ ખોટી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી. અમારા બીજા અન્ય આગેવાનો પણ લડત લડતા હોય તેમના વિરુદ્ધ પણ એટ્રોસિટીની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય છે. જો દલિત અને આદિવાસી સમાજના લોકોને હાથો બનાવીને એટ્રોસિટીની ખોટી ફરિયાદો પોલીસ જ કરતી હોય તો ભવિષ્યમાં આ કાયદો બુઠ્ઠો બની જશે અને એનું નુકસાન સમાજના છેવાડાના લોકોને થશે, માટે બધાએ આ મુદ્દે બોલવું જોઈએ. કાયદાનો ઉપયોગ રાજકીય લોકોને દબાવવા માટે થશે, રાજકીય લોકોને કોઈ નુકસાન થશે નહીં પરંતુ સમાજના જે વર્ગ માટે અપાય તો બન્યો છે તે લોકોનું નુકસાન છે.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, બીજી બાબત એ કહીશ કે હર્ષ સંઘવી કહેતા હોય છે કે “મારી બહેનો.. મારી બહેનો” તો તમે એક બહેન પર ખોટી એક્ટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી!! એનું કારણ એટલું જ કે એમણે દારૂના અડ્ડા પર જનતા રેડ કરી અને ત્યાંથી હજારો લિટર દારૂ મળી આવ્યો, જેનાથી પોલીસના અને ભાજપના નેતાઓના હપ્તા બંધ થયા એટલા માટે તમે પોલીસને હાથો બનાવીને ખોટી ફરિયાદ કરી? ગુજરાતના લોકોને હું કહીશ કે આમ આદમી પાર્ટી મોટી લડાઈ લડી રહી છે તો તેને જનતાના આશીર્વાદની જરૂરત છે. સામાન્ય બાબતોમાં મોટી મોટી FIR થાય છે અને ભાજપના ગુંડાઓ જમીન પચાવી પાડે, ડ્રગ્સ વેચે, બળાત્કાર કરે, કોઈના ખોટા દસ્તાવેજ કરાવી લે, તો તેમના FIR નથી થતી. પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જનતા રેડ કરે તો FIR થઈ જાય છે. તો આ સંઘર્ષમાં ગુજરાતના લોકો જાગૃત બનીને આમ આદમી પાર્ટીને સાથ એવી અમને અપેક્ષા છે.





