Jamnagar શહેરમાં પોલીસે ગઈ રાતે જુગાર અંગે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડયા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલા સહિત નવ પતાપ્રેમીઓની અટકાયત કરી લઇ રૂા. ૪.૭૦ લાખનાં મુદ્દામાલ સાથે જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. નાગરપરામાં મહિલાઓ પાસેથી રૂા. બે લાખની રોકડ મળી તો ગુલાબનગરમાં રૂા. ૨.૭૦ લાખનો મુદ્દામાલ કબજે
Jamnagarમાં નાગરપરા વિસ્તારમાં રતન એપાર્ટમેન્ટની સામેની ગલીમાં જાહેરમાં કેટલીક મહિલાઓ ગંજી પાના વડે જુગાર રમી રહી છે, તેવી બાતમી ના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, ત્યાંથી છ મહિલાઓ ગંજી પાના વડે જુગાર રમતાં | મળી આવી હતી. આથી પોલીસે હંસાબેન ધનજીભાઈ પરમાર, સંતોકબેન રમેશભાઈ કછેટીયા, મંજુબેન હસમુખભાઈ ટાંક, નલીનીબેન બાબુભાઈ કોટડીયા, પ્રતિમાબા હેમતસિંહ ચૌહાણ તેમજ મંજુબેન કિશોરભાઈની અટકાયત કરી લઈ તેઓ પાસેથી બે લાખની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે
બીજો દરોડો ગુલાબનગર શેરી નં. ત્રણમાં આવેલા ચામુંડા કૃપા નામના મકાનમાં પાડવામાં આવ્યો હતો.
જે મકાનમાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલા વનરાજસિંહ દિલૂભા જાડેજા તેમજ અરવિંદસિંહ બટુકસિંહ રાયજાદા અને હિતેશ હર્ષદભાઈ કોટેચાની અટકાયત કરી લીધી છે, જયારે અજાણ્યો શખ્સ પોલીસને જોઈને ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે, અને પોલીસે બનાવના સ્થળેથી રોકડ રકમ અને બાઈક સહિત રૂપિયા ૨,૭૦,૦૦ ની માલમતા કબજે કરી છે.