Gujaratમાં આમ આદમી પાર્ટી(AAP) પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસેને દિવસે આગળ વધી રહી છે અને આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી તથા સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયાની આગેવાનીમાં નગરપાલિકાની ચૂંટણીઓ લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હાલ (AAP)આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને દિવસને દિવસે સંગઠનમાં નિયુક્તિઓ થઈ રહી છે. આજે ગુજરાતમાં “મિશન વિસ્તાર અભિયાન” અંતર્ગત મજબુત સંગઠનના નિર્માણ માટે પ્રદેશ પ્રવક્તા અને ગાંધીનગર તાલુકાના પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂક કરવામાં આવી. પ્રદેશ પ્રવક્તા તરીકે ઓમ કોટવાલ અને ચિત્રેશ અનાજવાલાની નિયુક્તિ કરવામાં આવી છે. સાથે સાથે ગાંધીનગર તાલુકાના પ્રભારી પદે સંજયભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે અને બીજા 20 પ્રભારીની નિયુક્તિ પણ કરવામાં આવી છે. સૌ નવનિયુકત પદાધિકારીઓને નવી જવાબદારીઓની શુભેચ્છા.

આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓનું આયોજન થવાનું છે. (AAP)આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની અને ગુજરાતના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પાર્ટી છે. માટે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી તથા સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલબેન વસરાના નેતૃત્વમાં આજની આ મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલજીના વિચારોને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવા અને આવનારી તમામ ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય મેળવીને લોક કલ્યાણના કામ કરવા માટે આ તમામ નવનિયુક્ત હોદ્દેદારો તૈયાર છે. અમને પૂરો વિશ્વાસ છે કે આગામી ચૂંટણીમાં નવનિયુક્ત પ્રદેશ પ્રવક્તાઓ, પ્રભારીઓ અને સહ પ્રભારીઓ મહત્વની ભુમીકા ભજવશે અને આવનારા સમયમાં હજુ વધુ નિયુક્તિઓ કરવામાં આવશે.