Gujarat: મોરબી જિલ્લાના તમામ વાસીઓને જણાવવાનું કે, તાજેતર મા RG Kar મેડિકલ કોલેજ ખાતે એક મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ ગુજારી અને હત્યા કરી જાધન્ય અપરાધ કરવામાં આવેલ એ બાબત નો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ સખત વિરોધ કરે છે.
Gujarat: આ સંદર્ભે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ દેશવ્યાપી હડતાલ રાખવામાં આવેલ છે. આ હડતાલ ૧૭ તારીખ શનિવારે સવારે ૬ વાગ્યાથી લઈને ૧૮ તારીખે રવિવારે સવારે ૬ વાગ્યા સુધી રહેશે. હડતાલ દરમિયાન IMA મોરબી ના તમામ ડોકટર્સ ની હોસ્પિટલ કે ક્લિનિક પર ઓપીડી, ઓપેરશન જેવી તમામ સેવા બંધ રહેશે.
જિલ્લાના તમામ લોકોને નિવેદન છે કે આ હડતાલ દરમિયાન IMA ડોક્ટરોને સાથ સહકાર આપે. IMA મોરબી બ્રાન્ચ આ પ્રકારના મહિલા ડૉકટર પર થયેલ અમાનવીય તથા ધૃણાસ્પદ અત્યાચાર ને વખોડી કાઢે છે. જો દેશના ડોકટર્સ એમની હોસ્પિટલ માં સુરક્ષિત નથી તો એનાથી વધુ શું ખરાબ હોઈ શકે? જો આપની દીકરી સાથે આવી દુર્ભાગ્યપુર્ણ ઘટના બને તો આપ શું કરશો.?
પશ્ચિમ બંગાળમાં RGKAR Goverment Hospital માં Lady Doctor પર આવારા તત્વો કે જે રાજીય સપોર્ટ ધરાવતા હોય તેઓ દ્વારા સામૂહીક બળાત્કાર,ત્યાર બાદ તેમની હત્યા,અને ત્યાર બાદ તેના પુરાવાઓનો પણ નાશ કરવામાં આવેલ છે. આના વિરોધ માં દેશ ભરમાં બધા ડોકટર્સ-તારીખ 17-08-2024 સવારે 6:00 વાગ્યા થી તારીખ 18-08-2024 સવારે 6:00 વાગ્યા સુધી OPD સેવાઓ બંધ રાખેલ છે.માટે,એક નાગરિક તરીકે પણ સર્વ ભારતીય સ્ત્રીઓ તથા પુરુષોએ ડોકટર એસોશીએશન ને સપોર્ટ કરવો જોઈએ તથા ન્યાયની માંગણી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં ક્યારેય તમારી બહેનો કે દીકરીઓ પણ આનો ભાગ ના બને.
આ કારણોસર, National IMA Doctors’Association સહકાર તથા આ જધન્ય અપરાધના વિરોધમાં સત્ત્વ ન્યુરોસાયક્યાટ્રી અને મેક્સિલોફેશિયલ હોસ્પિટલ પણ તારીખ 17-08-2024 સવારે 6:00 વાગ્યાથી તારીખ 18-08-2024 સવારે 6:00 વાગ્યા સુધી બંધ રહેશે.