Surat: બગસરાના શિંગાળા પરિવાર દ્વારા સુરતમાં તેમના જ દીકરાના લગ્ન પ્રસંગે પારંપરિક વિધિની શરૂઆત કરતા પૂર્વે | રાષ્ટ્રગીતનું ગાન કરાવી દેશભક્તિ માટે નૂતન રાહ બતાવેલ છે.આ લગ્નોત્સવમાં વરકન્યાએ સાવધાન પોઝિશનમાં ઉભા રહીને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતુ.જેમાં એક હજાર લોકો જોડાયા હતા.

Surat: વર કન્યાએ સાવધાન પોઝિશનમાં ઊભા રહી સૌની સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું, તેની સાથે એક હજાર લોકો જોડાયા

વધુ વિગત અનુસાર બગસરાના શિંગાળા પરિવારના દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવેલ છે. સંજયભાઈ શિંગાળાના પુત્ર યશના લગ્ન પ્રસંગનું સુરત ખાતે એયોજન કરવામાં આવ્યું હતું. પરિવારના પ્રથમ પ્રસંગ નિમિત્તે પરિવાર દ્વારા રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

જેમાં લગ્નની જાન મંડપ પર પહોંચે ત્યારબાદ શા દેકત વિધિ કરવામાં આવતી હોય છે .પરંતુ આ પરિવાર દ્વારા આ વિધિપૂર્વે જાન અને માંડવાના એક હજાર થી વધુ લોકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ લગ્નની વિધિ શરૂ કરવામાં આવી હતી. વર-કન્યા દ્વારા આ સમયે રાષ્ટ્રધ્વજને સન્માન આપવામાં આવ્યું હતું. આ સમયે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત , પ્રમુખ, ઉપપ્રમુખ અને બગસરા તાલુકા ભાજપ પ્રમુખ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. શિંગાળા પરિવાર દ્વારા કરાયેલા નુતન આરંભની ઉપસ્થિત લોકો દ્વારા સરાહના કરવામાં આવી હતી.