Narmada: હાલ રાજ્યમાં વરસાદી માહોલ છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે. જેને લઈને નર્મદા કાંઠા નજીકના વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોને અને માછીમારોને પાણીમાં ન જવા સલાહ આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર કેવડિયા ખાતે આવેલા નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં હાલ ભારે વરસાદના કારણે પાણીની આવક ઝડપથી વધી રહી છે. તંત્ર દ્વારા સવારે 8 વાગ્યાથી ડેમના 15 દરવાજા 2.75 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, તથા પાવરહાઉસ મારફતે મળીને કુલ 2,86,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે.તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે અને નદીકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. લોકોથી અપીલ કરવામાં આવી છે કે નર્મદા નદીના નજીક ન જવામાં આવે અને તંત્ર સાથે સહયોગ રાખવો.