વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતના અમદાવાદમાં મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ અને તેમના મોટા ભાઈ સોમાભાઈ મોદી પણ હાજર હતા. મતદાન બાદ મીડિયા સાથે વાત કરતા સોમાભાઈ મોદીએ કહ્યું કે, ‘પીએમ મોદીએ પહેલા વોટ કર્યો. તે પછી મેં મતદાન કર્યું. આ પરિવાર માટે આનંદ અને ગર્વની વાત છે. છેલ્લા 10 વર્ષમાં ઘણું કામ થયું છે.
ગુજરાતનાં બાળકોને રોજગાર મળે તેવી ઈચ્છા
સોમાભાઈ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘પહેલા અમે વિચારતા હતા કે તે આવું કેમ કરે છે. પરંતુ આજે લાગે છે કે તે સાચો હતો. આખા ગુજરાતની ખબર નથી, પરંતુ ત્રીજી વખત તેમની (PM મોદી) સરકાર બનશે અને તેઓ વડાપ્રધાન બનશે. ગુજરાતમાં વધુ આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો આવે અને ગુજરાતના બાળકોને વધુ રોજગાર મળે તેવી મારી ઈચ્છા છે.
સોમાભાઈ બધા ભાઈ-બહેનોમાં સૌથી મોટા
તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીના કુલ 6 ભાઈ-બહેન છે. અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી, સોમા મોદી અને પુત્રી વાસંતી બેન હસમુખલાલ મોદી. PM મોદી ભાઈ-બહેનોમાં ત્રીજા ક્રમે છે. વાસંતીબેન 5 ભાઈઓની એકમાત્ર બહેન છે. પીએમ મોદીના મોટા ભાઈનું નામ સોમા મોદી છે. તેઓ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને હવે નિવૃત્ત થયા છે. હવે તેઓ અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે અને સમાજ સેવા કરે છે.