ગુજરાતમાં માવઠાની અસર ઓસરવાનું શરૂ થઇ જતાં જ હવે ફરી એકવાર ઠંડીએ જમાવટ કરવાનું શરૂ કરી દીધું છે. Naliyaમાં ગત રાત્રિએ ૪.૨ ડિગ્રી સાથે સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના મોટાભાગના સ્થળોએ છેલ્લા ૩ દિવસથી લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાયો હતો. પરંતુ આ અસર ઓછી થતાં જ હવે ઠંડીમાં ફરી વધારો થવા લાગ્યો છે. મોટાભાગના શહેરમાં ૨૪ કલાકમાં જ લઘુતમ તાપમાન ૨ થી ૬ ડિગ્રી ઘટી ગયું હતું. Naliyaમાં ગત રાત્રિના ૧૦.૫ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું. આમ, ૨૪ કલાકમાં નલિયાના તાપમાનમાં ૬ ડિગ્રીથી વધુનો ઘટાડો થયો છે.

રાજકોટમાં ૯.૯ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૨.૬ ડિગ્રી ઘટયું હતું.